Jagruti Pandya

Others

4.0  

Jagruti Pandya

Others

હું અને મારી આજ

હું અને મારી આજ

2 mins
242


  આજનો મારો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ અને મંગલકારી છે. અગાઉ દિવસે નક્કી કરેલ મુજબ હું અને મારી ભાભી સવારે વહેલા ઠંડા પહોરે ઉપર બીજા માળે પપ્પાના રૂમોની સફાઈ કરવા માટે ચઢી ગયા. મમ્મી ના પાડતી હતી, રહેવા દો, મજૂરો પાસે કે કામવાળી પાસે સફાઈ કરાવી દઈશું. પણ મને અને ભાભીને થયું, ના પપ્પાના ગયા પછી અમે જ રૂમ સાફ કરીએ. જ્યારે પપ્પા હતાં, ત્યારે ઉપર ઉપરથી સાફ સૂફી થતી. પપ્પાએ સંગ્રહેલું એટલું બધું કે પપ્પા કોઈને જ અડવા ના દેતા. આજે તો પપ્પા નથી એટલે હવે તો પપ્પાના રૂમ પર અમારું જ રાજ ! એમ ખુશ થતાં થતાં મેં અને ભાભીએ શરૂ કર્યુ. 

     પપ્પાના અગત્યના કાગળો, ફાઇલો અને  તેમનાં પુસ્તકો. પપ્પાના ખજાનામાં વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ વિદ્યા, જાદુગર અને વિજ્ઞાન જાથાના પુસ્તકો અને પત્રિકાઓ હતી. જરૂરી કાગળો અને ફાઈલો રાખી અમે એ સિવાયનું વધારાનું જે કદી જ કામમાં ન આવે તેવું હતું તે બધું જ પસ્તીમાં નાંખી દીધું. વધારાનો સામાન પણ ભંગારમાં નાંખી દીધો. આ રીતે સાફસફાઈ કરી દવા છાંટી અને કામની વસ્તુઓ ચેક કરી કરીને ગોઠવતાં ગયાં. 

       એમાં એક જૂનું પંચાંગ હતું. જેના પાના ઉથલાવીને જોતાં અંદરથી બેવડવાળી ને મૂકેલા બે કવર મળ્યાં. તે કવર ખોલીને જોયું તો, રૂપિયા સો સો ની દસ એમ બંને કવરમાં હજાર હજાર રૂપિયા મળ્યા. 

      અમે ખુશ થઈ ગયા. નીચે જઈને મમ્મીને બતાવ્યા, મમ્મી એ એ રૂપિયા અમને બંને ને આપતાં કહ્યું કે આ તમારી મહેનતના છે રાખી લો. આ રીતે જૂન મહિનાનો પ્રથમ દિવસ ખૂબ જ ફળદાયી નીવડ્યો.


Rate this content
Log in