હકારાત્મક અભિગમ
હકારાત્મક અભિગમ
એક ભાઈ પર્વતારોહણ કરી રહ્યા હતા. ખૂબ થાકી ગયા હતા, ખૂબ તરસ અને ભૂખ્યા પણ હતા. એવામાં એમને એક ઝાડ દેખાય છે જે કલ્પવૃક્ષ કે જેની નીચે જે ઈચ્છા કરતા તે મનોકામના પુરી થતી હોય છે પરંતુ એ ભાઈને તે ખબર હોતી નથી તે ઝાડ નીચે આરામ કરતા કરતા વિચારે છે કે પાણી મળ્યું હોત તો સારું, અને વિચારતા જ પાણી આવી જાય છે. ફરી વિચારે છે કે ખૂબ ભૂખ લાગી છે ખાવાનું મળ્યું હોત તો સારું, અને ખાવાનું આવી જાય છે. ફરી વિચારે છે ઊંઘવા પથારી મળે તો સારું અને તરત જ પથારી આવી જાય છે.
એટલે ભાઈ વિચારે છે કે મારા વિચાર કરવા માત્રથી જો આ બધુ આવી જાય છે તો કોઈ રાક્ષસ તો નહીં મોકલતો હોય ને અને જો કોઈ રાક્ષસ મોકલતો હશે તો આવીને મને ખાઈ જશે અને જેવું વિચારે છે એવું જ બને છે રાક્ષસ આવે છે અને તેને ખાઈ જાય છે.
તાત્પર્ય-: જો તે વ્યક્તિએ હકારાત્મક વિચાર્યું હોત તો તેનો જીવ બચી શકતો હતો પરંતુ તેને નકારાત્મક વિચાર્યું જેનાથી તેનું મૃત્યુ થયું એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા હકારાત્મક વિચારવું જોઈએ