Dr. Haresh Varma

Others

4.1  

Dr. Haresh Varma

Others

આ દુનિયામાં મારું શું?

આ દુનિયામાં મારું શું?

1 min
248


આપણ ને લાગે કે... આ 'ધન' મારું છે પણ આજે મારા ખિસ્સામાં છે કાલે બીજાના ખિસ્સામાં જવાનું. આ 'ઘર' મારું છે પરંતુ આ જ ઘરમાં અનેક જીવજંતુ, માખી-મચ્છર પણ નિવાસ કરતા હોય તે પણ એમ જ વિચારે કે આ ઘર મારું છે. એટલે કે કોઈ એક વસ્તુ બે કે વધારે શખ્સનો દાવો કરતી હોય તે મારી ના કહેવાય.

તો શું આ 'શરીર' મારું છે તો એના હકદાર અલગ અલગ છે બાળપણમાં માતાપિતા, યુવાનીમાં પત્ની અને અંતે અગ્નિ કહે છે કે આ શરીર મારું છે મને સોંપી દો.

એટલે એક સુભાષિતકારે સરસ કહ્યું છે કે 'માણસના મૃત્યુ પછી આ ધન પૃથ્વી પર, ઢોર ઢાંખળ તબેલા સુધી, સ્ત્રી ઘરના બારણા સુધી, સગા સબંધી સ્મશાન સુધી અને દેહ ચિતા સુધી સાથ આપે છે પરંતુ માણસનું કર્મ જ માણસની સાથે પરલોક જાય છે'


Rate this content
Log in