દ્રષ્ટિકોણ
દ્રષ્ટિકોણ
એકવાર બે મિત્રો ગાડી પર જઈ રહ્યાં હતાં. અકસ્માત થતા બંને ની એક-એક આંખ ફૂટી ગઈ. બંને દવાખાને છે. એક સજ્જન વ્યક્તિ બંને ભાઈઓની મુલાકાત કરે છે. તો જેની જમણી આંખ ફૂટી હતી એ વ્યક્તિનું કહેવું હતું કે હવે આ દુનિયા કઈ રીતે જોઈ શકીશ. ભગવાન ક્રૂર છે..મારો જીવવાનો કોઈ અર્થ નથી..ખૂબ જ રડતો હતો.
હવે એજ સજ્જન વ્યક્તિ બીજા વ્યક્તિ ને મળે છે જેની ડાબી આંખ ફૂટી ગઈ હતી તો તે વ્યક્તિ કહે છે ખરેખર ભગવાને મારી એક આંખ બચાવી લીધી..તેનું સ્મિત છલકાતું હતું અને ભગવાનનો આભાર માને છે કે જે આ સુંદર દુનિયા હું જોઈ શકીશ.
તાત્પર્ય એ છે દુઃખ બને વ્યક્તિને સરખું જ છે પરંતુ એ દુઃખ સામે જોવાનો આપણો દ્રષ્ટિકોણ કેવો છે એના આધારે સુખ અને દુઃખની સ્થિતિ આપણે અનુભવીએ છીએ.
