ગુસ્સો
ગુસ્સો
'કિરણ... કિરણ કયાં છો?'' અરે થાકયો હું તારા થી. 'અરે, મને શુ જોવે છે?' કિરણ આ સાંભળે છે, તેના કાન પર શબ્દો અથડાય છે પણ તેને કશું સમજાતુ નથી. તે સૂરજ સામે નિર્લેપ ભાવે જોયા કરે છે. સૂરજ પાછો બુમો પાડે છે. પણ કિરણ તેની દુનિયાની સમજદારીથી દૂર પહોંચી ગઈ છે. સૂરજને થોડી વાર પેલાની તેની રકઝક ને કિરણ ને ગુસ્સામાં મારેલ થપ્પડ યાદ આવે છે અને તેની આંખમાં પાણી આવી જાય છે. તે કિરણની પાસે જઈ પ્રેમથી ઢંઢોળે છે પણ કિરણ કશો જ રીપ્લાય નથી આપતી. તે કિરણને ગળે વળગાડી રડી પડે છે. તેને બે મહીના પેલાની ડોકટરની ચેતવણી યાદ આવે છે,'મી.સૂરજ તમારી પત્ની માનસિક હતાાશાની શિકાર છે, તેમને શાંતિ પ્રેમ અને સંભાળ ની જરુર છે.' અને આ યાદ આવતા તે ફોન કરી એક્સોઆઠ બોલાવે છે અને હોસ્પીટલાઇઝ કરે છે.
તપાસના અંતે ડોકટર કહે છે કે તમારી પત્ની આધાત અને વધારે પડતા માનસિક દબાણને કારણે યાદદાસ્ત ગુમાવી ચુકી છે.
સૂરજ આ સાંભળી ભાંગી પડે છે. તેના કાનમાં કિરણના શબ્દો પડઘાયા કરે છે,'શાંતિ રાખ, તારો અકારણ ગુસ્સો હવે નથી સહન થતો, આમ ને આમ તુ કયાંક મને પણ ગુમાવી દઈશ'. અત્યારે તો તે પોતાની પ્યારી જાનથી વ્હાલી પત્નીને હોવા છતા ગુમાવી ચૂક્યો
સાથે છતાં તે એકલો પડી ગયો. સૂરજને આજ તેના ગુસ્સાળ સ્વભાવનું પરિણામ મળી ગયું.
