Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

એક સાંજનો ઓછાયો પ્રકરણ ૧૬

એક સાંજનો ઓછાયો પ્રકરણ ૧૬

5 mins
7.2K


માનવી વિચારે છે શું અને સમય બતાવે છે કંઈક જુદું! કુદરત આગળ આજે પણ માનવી પામર છે. કિસ્મતનાં ખેલ સમજવા માનવી માટે અકળ છે! માલાનાં મૃત્યુ બાદ રાઘવ વ્રજસમાન બની ગયો. દિલમાં સ્નેહ, મમત્વની જગ્યાએ નફરત, ગુસ્સો, પ્રતિશોધે સ્થાન લઈ લીધું. તેના જીવનનો એક જ લક્ષ્ય રહ્યું હતું - માલાનાં ખૂનીને શોધી તેને દંડ આપવાનો.

સોનાની દાણચોરી ઉપરાંત તેને હવે સોપારી લઈને શાર્પશૂટર તરીકે શરૂ કર્યું. આ નવા ધંધાથી બધા જૂનાં સાથીઓને અલગ રાખ્યા હતા, તેને ખબર હતી આ ધંધામાં જોખમ વધુ છે, કયારે પોલીસના હાથે મૃત્યુ થાય ખબર નહી. જ્યારે પોઈન્ટ બંદૂકથી કોઈને ટપકાવતો, તેને ખૂબ શાંતિ મળતી. માલાનાં ખૂનનો બદલો લેવા મનમાં ક્રોધાગ્નિ ભડકતો હતો.

મહેશ, અશોક, ભાઉના ક્રોધાગ્નિને શાંત કરવામાં નિષ્ફળ રહ્યા. સુલેમાને નાસીર મારફત એક કામ રાઘવને સોંપ્યું. મહેશે રાઘવને રોકાયો, ભાઉ તું આ રીતે સીધો મોતના મુખમાં જઈ રહ્યો છે.

દોસ્ત આમ પણ હું કયાં સુખચેનની જિદંગી જીવી રહ્યો છું? રાઘવની કામ માટેની તૈયારી જોતા નાસીરના મુખ પર ખંધુ સ્મિત આવી ગયું, મનોમન ભાઈજાનને સલામ કરતા બોલ્યો - વાહ ભાઈજાન માની ગયો તમે એક તીરથી બે નિશાન સાધી બતાવ્યા.

નાસીરના સોંપેલા કામ માટે રાઘવે બરાબર અભ્યાસ અને માહિતી ભેગી કરી. કેમકે કામ મીલટરીનુ હતું સહેજ ચૂક થાય સીધું મોત! બીજા ચાર સાહસી માણસોને ટ્રેઈન કરી આખરે એ કામને અંજામ આપવાનું નકકી કર્યુ. એ માટે ઓફિસરને રકમ કરોડમાં ચૂકવી હતી, અને મીલટરી કેમ્પસમાં દાખલ થયા. માઈક્રો કેમેરા દ્વારા અગત્યના ડોકયુમેન્ટના ફોટા પાડી સફળતાથી બહાર આવી ગયો હતો. મનમાં હસતાં બોલ્યો, દેશની સંરક્ષણતાનાં કેમ્પસમાં આવી પાગળી વ્યવસ્થા છે તો દેશના સંરક્ષણમા કેવી વ્યવસ્થા હશે?

નાસીરના બતાવ્યા સરનામે હવે આ પહોંચાડવાનું હતું, કાશ્મીરના સરહદે આવેલ નરોલ ગામે. મહેશે તેને રોકતા કહયું ભાઉ શા માટે ભારત વિરોધી કામ કરી રહ્યો છે. શા માટે ભારતદેશનો દુશ્મન બની રહયો છે?
મહેશ-માલાની શું ભૂલ હતી? એને શા માટે મારા ગુનાઓની સજા મળી? માલા- આંખોમાં પ્રેમના સ્વપ્ન સજાવી મારી સાથે આવી હતી - હું તેની રક્ષા ના કરી શકયો. તેને મારે કારણે મૃત્યુની ગોદમાં જવું પડ્યું. અહીં કોઈને ફર્ક નથી પડતો, કોઈ જીવે છે કે મરે? મારે કોનાં માટે જીવવાનું છે?

મહેશ સમજી ગયો રાઘવ તેની વાત માનવાનો નથી. નાસીરને ફોન દ્વારા સફળતા જણાવી તેને આ નરોલ ગામે પહોંચી ઈકબાલ નામનો માણસ મળશે એ તને આગળ શું કરવાનું છે બતાવશે.

ઈ. સુજોયને આ બાતમી મળતા તરત જ મી. રાવને જણાવ્યું. મી. રાવ રાઘવની સફળતા પર ચોંકી ઉઠ્યા, સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓ થોડા રૂપિયાની લાલચે દેશને કેટલું મોટું નુકસાન પહોંચાડી રહયા છે - તે વાત પર ધિક્કાર વ્યકત કર્યો. તરત ડિફેન્સ મિનિસ્ટરને આ સૂચના આપવા ફોન લગાવ્યો, સાહેબ  આઉટ ઓફ ઈન્ડિયા છે એ જાણી ગુસ્સાથી બોલી ઉઠયા, અહી દેશ પર જોખમ સર્જાયું છે સાહેબોને બહાર ફરવાના શોખ ઓછા થતા નથી.

મી. રાવે વડાપ્રધાનજીને સીધો ફોન લગાવ્યો અને ઊભા થયેલ ખતરાની વાત કરી. વાતની ગંભીરતા સમજતા પ્રધાનજીએ તેમને ઓર્ડર આપતા કહ્યું તમને બધા રાઈટ્સ આપવામાં આવે છે, તમે શંકાના આધારે કોઈની પણ ધરપકડ કરી શકો છો.

ઈ. સુજોયને રાઘવને ફોલો કરવાની સૂચના આપી જણાવ્યું, જયાં એ બીજા માણસને મળે તેમની ધરપકડ કરો ઓ. કે. મી. ઘોષ - યસ સર - કહી રવાના થયા.

રાઘવ વેશપલટો કરી જુદા જુદા સાધનો દ્વારા મુસાફરી કરી નરોલ ગામે પહોંચ્યો. નાસીરના કહેવા મુજબ ત્યાં પહોંચી ગયા બાદ ગામની મસ્જિદમાં પીરની દરગાહ પર ચાદર ચઢાવવાની છે, એજ વખતે ઈકબાલ ત્યાં મળશે. અને આગળનો કાર્યક્રમ જણાવશે.

રાઘવ ચાદર ચઢાવવા આગળ વધ્યો ત્યારે બીજા ચાર માણસો જોડાયા. તેમાંથી ઈકબાલ કોણ હશે? રાઘવ મનમાં સવાલ કરતો હતો, ત્યાં તેની નજદીક સાંકેતિક ભાષામાં શબ્દ ઉચ્ચારાયો 'ફતેહ'! શબ્દ સાંભળી ખાતરી થઈ જતાં ચાદર ચઢાવ્યા બાદ એની પાછળ ચાલવા લાગ્યો. રાઘવની પાછળ બીજા ત્રણ માણસો અંતર રાખી અનુસરવા લાગ્યા. મસ્જિદથી દૂર વેરાન જગ્યાએ રાઘવ એ ચીપ ઈકબાલને સોંપે અચાનક ચારે બાજુથી તેમને ઘેરી લેવામાં આવ્યા. સુજોયે રાઘવના હાથમાંથી ચીપ મેળવી લીધી બંનેને ગિરફતાર કર્યા. ઈકબાલે જોયું પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે - ઈમરજન્સી વખતે કામ લાગતું ગળામાં માદળિયામા રાખેલ પોટેશિયમ સાઈનાઈડ ને ચૂસી સહેજવારમા મોતને વહાલું કરી લીધું. રાઘવ અવાચક બની જોઈ રહયો.

રાઘવને ત્યાંથી મુંબઈ લાવવામાં આવ્યો, તેની સાથે માઈક્રોચીપમા કઈ માહિતી કેદ હતી એ જોવાનું શરૂ કર્યું. મી. રાવ, સુજોય અને બીજા સાથીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એ ચીપમા હાલમાં જ સ્વદેશી ટેકનોલોજીથી બનેલ 'મિસાઈલ ચેતક'ની ફૂટપ્રિન્ટ હતી! આ લોકો શું કરવા માંગતા હશે? મી. રાવ ખુદ હેરાન હતા.

રાઘવ એ લોકોને હેરાન જોઈ ખુશ થતો હતો. મનમાં એક સવાલ હતો- આ લોકોને મારા કામની ખબર કેવી રીતે થઈ? મહેશને પણ આ વાતની ખબર નહતી.

'ચેતક 'ની માહિતી જોઈ ખ્યાલ આવી ગયો - આ લોકો દેશને મોટું નુકસાન પહોંચાડવા માંગે છે. ચેતક એવી મિસાઈલ છે- જે પરમાણુ શસ્ત્રને સહેલાઈથી દુશ્મનો પર હુમલો કરી શકે અને તેની રેન્જ એટલી પાવરફૂલ છે એક સાથે દસ શહેરો અને એની આજુબાજુના વિસ્તારને એક સેકન્ડમાં નષ્ટ કરી શકે છે! તેની હાજરી દુશ્મનનાં રડાર પણ પકડી ન શકે!

રાઘવને જેલમાં બધાથી અલગ રાખવામાં આવ્યો, આ મિશનની તે મહત્વની કડી છે. તેની પાસેથી વધુ માહિતી મળી શકે એમ છે. અમેરિકાથી રણવીર - શૈલીના કોઈ મેસેજ ના આવતા તેમની ચિંતા વધી ગઈ હતી. પ્રધાનમંત્રીશ્રી સતત તેમની સાથે ફોનથી કનેકટ રહ્યા. એટલી તો ખાતરી થઈ ગઈ સુલેમાનનો હાથ છે એ પાકિસ્તાનનું કામ છે. પાકિસ્તાન પરમાણું શસ્ત્રથી ભારતને નુકસાન પહોંચાડવા માંગે છે, ચેતક મિસાઈલ અને તેની માહિતી શા માટે?

કંઈક આ કડીમાં ખૂટે છે- મી. રાવ વિચારી રહ્યા. બે દિવસ બાદ રણવીર તરફથી સાંકેતિક ભાષામાં જે મેસેજ આવ્યો એ જોઈને તેમની ઊંઘ ઊડી ગઈ. પાકિસ્તાને પરમાણું શસ્ત્ર માટે માર્શલને અરબો રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. એ શસ્ત્રના જુદા જુદા પાર્ટ દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસાડવામા આવશે.

ઓહ માય ગોડ - આટલું મોટું ષડયંત્ર ભારત વિરુદ્ધ? જો પરમાણું શસ્ત્રનો ઉપયોગ થયો તો, ના-ના એને નિષ્ફળ બનાવવું રહ્યું. રણવીર શૈલીને તાકીદે સુચના આપવામાં આવી પરત ફરવાની. મિશન ચેતકને આખરી અંજામ આપવા તૈયાર હતા મી. રાવ એન્ડ મંડળી!

રાઘવ પકડાઈ ગયો અને જેલમાં છે, મહેશે તેને મળવાની કોશિશ કરી, સંરક્ષણને લગતો કેસ હોવાથી રાઘવને મળવાની મંજૂરી ના મળી. નફરતની આગમાં દેશને ખતરામાં મૂકી તું વિરોધીઓનો હાથો કેમ બની ગયો? મહેશ ખૂબ વ્યથિત હતો, એક શાંતિ હતી, જેલમાં હોવાથી એ જીવિત છે. સજા થશે તો આજીવન જેલની સજા થશે. દુશ્મનોની ગોળીનો શિકાર બને એના કરતા જેલમાં સહીસલામત રહેશે.

દોસ્ત- તને ખબર નથી તારી જિદંગી બરબાદ કરનાર તું જેને ભગવાન સમજે છે એ સુલેમાન રીઝવી છે! આ સચ્ચાઈ તારી સામે આવશે ત્યારે ભગવાન જાણે કઈ કયામત આવશે! માલાની હત્યા એના ઈશારે જ થઈ હતી. એ લોકો નહોતા ચાહતા એમનો પ્યાદો રખડી જાય. તું નફરતની આગમાં એમના શતરંજની ચાલમાં આવી ગયો. એ લોકો આજ ચાહતા હતા, ભારત સરકારનું ધ્યાન એમના પરથી ખસી તારા પર કેન્દ્રિત થાય.

દોસ્ત તું મારી વાત સમજવાનો નહતો એટલે મારે મજબુર બની એક નિર્ણય લેવો પડ્યો...


Rate this content
Log in