Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

એક સાંજનો ઓછાયો - ૧૫

એક સાંજનો ઓછાયો - ૧૫

6 mins
6.6K


ઇ. સુજોયને નિષ્ફળતા મળતા ધૂંધવાયા હતા. મી. રાવનો ફોન આવશે તો શું કહેશે એમને? હાથમાં આવેલો શિકાર છટકી ગયો હતો એ વધારે દુ:ખદાયક હતું. ફોનની રીંગ આવતા વિચારો અટકયા તેને રીસીવ કર્યો, સામે ખબરી હતો - જેને રાઘવની માહિતી આપી હતી. તેને એ માટે ઇનામ માગ્યું.

ઇ. ઘોષ ગુસ્સે થતા બોલ્યા તારી માહિતી મને કામ ના લાગી. ઇનામ નહી મળે. સરકાર - માઇ બાપ - ગરીબની શા માટે મશ્કરી કરો છો? મેં તમને પાકકી માહિતી આપી હતી. જો, રાઘવ મને મળ્યો નથી તેનું શું? સુજોયે પોતાની વાત પકડી રાખી.

સાહેબ- રાઘવ ઘાયલ થયો હતો - ત્યાં વસ્તીમાં હતો. આજે પાછો આવ્યો છે. શું એ વસ્તીમાં હતો? ઈમ્પોસીબલ - ઇ. ઘોષ ઊંચા અવાજે તેને કહયું. મેં ખુદ આખી વસ્તીની શોધખોળ કરાવી હતી.

સાહેબ, એ ત્યાં જ હતો. કોઈ સ્ત્રીએ એને બચાવ્યો હતો. તમે ગયા ત્યારે એ બેભાન હતો. ખબરીની વાત પછી ઘોષને થયું, સાચે શિકાર છટકી ગયો. તને તારું ઇનામ પહોંચી જશે. હવે પછી બાતમી પાકકી મળવી જોઇએ, યાદ રાખજે ચાલાકી કરી તો! માઇ બાપ તમારી સાથે એવું કરી મારે મરવું નથી. ખબર તમને મળતા રહેશે. કહી ફોન કટ થયો.

ફોન કરનાર પોતાની ચાલાકી પર મનોમન હસી પડયો. રાઘવ તે મને- એમ કહી ગુસ્સામાં જમીન પર થૂકયો. હવે તું જો, તને કયાં પહોંચાડુ છું અટ્ટહાસ્ય કરતાં એ બોલ્યો.

મહેશે ખાનગી રીતે ગેંગના દરેક માણસની હિલચાલ પર ચાંપતી નજર રાખવી શરૂ કરી દીધી હતી. માલની ડિલિવરી યોગ્ય રીતે થતાં નાસીરનો ફોન રાઘવ પર આવ્યો - ભાઇજાન તારા કામથી ખુશ છે! તેમની દુવા અને સાથ મળતા રહેવા જોઇએ - રાઘવે જવાબ આપ્યો. એ પછી બીજા કન્સાઇન્મેન્ટ કયાં અને કયારે આવશે એ જણાવ્યું.

મહેશે આ વાત રાઘવ, તેના અને અશોક સુધી રાખી હતી. બીજા કોઇને જણાવી નહતી. એ યોજના સફળ રહી. ધીરે ધીરે સોનાની દાણચોરીમા' રાઘવની નામ ચર્ચાવા લાગ્યું. મહેશની સૂઝબૂઝને કારણે ખબરી, પોલીસને સફળતા મળી નહી. આ ધંધા પર રાઘવની ધાક બેસી ગઈ. નામ મોટું થઈ ગયું. સુલેમાનની નજર સતત તેના કાર્યના ગ્રાફ પર રહેતી હતી. આ ઉભરતા પ્યાદાને શતરંજના ખેલમાં ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે એમ લાગતું!

પેકેટને યોગ્ય જગ્યાએ પહોંચાડી અજાણી વ્યક્તિ શૈલી પાસે હોટલ પાછી ફરી. મી. પ્લીઝ હવે તો કહો કોણ છો તમે? તેને વધુ ના ચીડવતા હસીને બોલ્યો - હે માતે તમારા પરમ ભકતને તમે ઓળખી ના શકયા? એમ કહી ચહેરા પરથી માસ્ક હટાવ્યો, સામે  રણવીર સ્મિત કરતો ઊભો હતો. રણવીર સર તમે? એમ બોલી શૈલી તેમને વળગી પડી. રણવીર હસતા હસતા બોલ્યો, હે માતે કૃપા કરો મારી પર, મારો ચેલો કરણ આ જોઇ જશે બિચારો બળીને રાખ થઈ જશે - એમ બોલતાં બંનેનું હાસ્ય રૂમમાં ફેલાઇ ગયું.

સર, તમે અહી કયાંથી? મી. રાવે મને ખાસ કામથી મોકલ્યો હતો, સાથે આ કામ સોંપ્યું હતું - તેથી દુબઈથી તારો પડછાયો બની  આવ્યો. શૈલી  તું ગજબ કરે છે? આટલી સહેલાઈથી પેકેટ તેમને સોપી દીધું? આટલો જલ્દી વિશ્ચાસ મૂકયો?

સોરી સર, મારી એવી ગણતરી હતી, પેકેટ સોપીને તેમનો ભરોસો જીતીને તેમની પાસેથી કંઇક વધુ માહિતી મેળવી પરંતુ ગણતરી ઊંધી પડી. સર તમે ટાઇમસર આવ્યા નહી તો મારું રામ નામ સત્ય - હસતા શૈલી બોલી.

શૈલી મજાક છોડ, મોઇને તને જે માહિતી આપી એ જણાવ એટલે આગળ પ્લાન કરી શકીએ. શૈલીએ સાંકેતિક ભાષામાં વિગતો લખી હતી તેની ચર્ચા રણવીર સાથે કરી. બધી વાતો પરથી એક તારણ નીકળે છે -સુલેમાન ભારત વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચે છે. જેના સંદર્ભમાં દુબઈમાં બધા માફિયાઓની મીટિંગ યોજાઈ. જેમાંથી એક અમેરિકાનો માર્શલ જ્યોર્જ હતો. એનો સીધો મતલબ એ થાય છે તેઆો માર્શલ પાસેથી પરમાણું હથિયાર ખરીદવાના છે. અને માર્શલને એ માટે અબજો રૂપિયા મળી ગયા હશે. આપણે એમની સુધી પહોંચી એમની યોજના શું છે એ જાણવું જરૂરી છે.

યસ સર, જો પરમાણું શસ્ત્રનો ઉપયોગ થયો તો સમગ્ર માનવજાત અને સૃષ્ટિ જોખમાય જશે! એની ઘાતક અસર આવનારી પેઢીઓ સુધી ફેલાશે. જાપાનના હીરોશીમા - નાગાસાકી એના જીવંત ઉદાહરણ છે.

સર આ લોકો ભારત વિરુદ્ધ જ કેમ ષડયંત્ર યોજતા રહે છે? કેમ ભારત વિરોધી ભાષણો બોલી લોકોને ઉશ્કેરે છે? શૈલી- એનું કારણ છે, ભારત દેશ ખૂબ ઝડપથી વિકાસ સાધી રહયો છે. તેની પ્રગતિ જોતા- અમેરિકા, ચીન, રશિયા, જેવી મહાસત્તાઓ ધરાવતા દેશને ભારતથી ખતરો ઊભો થઈ રહયો છે. દુનિયા પર તેમની સત્તા અને મહત્તા ઘટી ના જાય એટલે બધા પાકિસ્તાનને હાથો બનાવી તેને એમનો મિત્ર બનાવી આપણી વિરુદ્ધ ષડયંત્રો રચે છે, જેથી આપણે તેમા ઉલજી જઈએ અને આપણા વિકાસનો ગ્રાફ નીચો થતો જાય. દેખાડો એવો કરે છે એ મહાસત્તાઓ આપણા મિત્ર છે અને આપણી પીઠ પર ખંજર ભોંકવા પાકિસ્તાનને મદદ કરે છે.

પાકિસ્તાન ખૂબ સારી રીતે જાણે છે આ સિયાસી રાજનીતિને - તે મળતી મદદથી પોતાની રાજનીતિ ખેલે છે. કાશ્મીરનો મુદ્દો સદા સળગતો રહે એજ એનો પ્રયાસ રહે છે. આથી ત્યાં આતંકી હુમલા કરાવાય છે. એના કારણે આપણા સૈન્યનો અડધો ભાગ કાશ્મીરની વાદીઓમા રોકાયેલ છે. આતંકી હુમલામાં હજારો નિર્દોષ લોકો અને સૈનિકો મરે છે.

સર, ભારત સરકાર આ બધું જાણે છે - છતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતી? શૈલી આપણા દેશ પાસે તેમના વિરુધ્ધના પુરાવા છે!  સાર્ક શિખર સંમેલનમાં પોતાનો પક્ષ રાખવા તેને સમયે- સમયે રજૂ કરે છે, પરંતુ સાર્ક શિખર પરિષદમાં તેમનો દબદબો હોવાથી પરિણામ શૂન્ય આવે છે.
એટલે જ આપણે સીધી રીતે નહી પરંતુ આડકતરી રીતે પાકિસ્તાન અને મહાસત્તાઓને પાઠ ભણાવવા આપણા જેવી બીજી સંસ્થાઓ ભારત માટે કાર્યરત છે. તેમાં સી. આઇ. ડી.,  રૉ, ક્રાઈમ બ્રાંચ જવી સંસ્થાઓ કાર્યરત છે.

હાલમાં આપણો મુખ્ય લક્ષ માર્શલ છે. તેના સુધી કેવી રીતે પહોંચવું એની ચર્ચા અને પ્લાન બનાવ્યા. બીજે દિવસથી રણવીર - શૈલી મિશન માર્શલ પર સક્રિય થઈ ગયા. એક એક પગથિયાં ફતેહ કરી તેઓ માર્શલના ગઢ સમાન માણસ રિચેલ સુધી પહોંચ્યા. શૈલી રણવીરની રીસ્ટવોચમા ફીટ કરેલ માઇક્રો ચીપથી તેને ફોલો કરતી હતી. આ માટે બે માસ જેટલો સમય નીકળી ગયો.

મહેશ રાઘવની મનોદશા સમજી ગયો હતો, માલાને મળીને તેના દિલનો ત્યાગ મેળવી લીધો. તેની રાઘવ માટેની લાગણી જોઇ આનંદ અનુભવ્યો. રાઘવ - માલા જલ્દીથી લગ્ન કરી એક થઈ જાય એજ મહેશની ઇચ્છા હતી. માલાના બાબાની આ સંબંધની મંજૂરી નહતી. પરંતુ દીકરીના પ્રેમ આગળ ઝુકી પડયા.

રાઘવ - માલાના લગ્ન પાંચ મિત્રોની હાજરીમાં મંદિરમાં થયા. માલા આંખોમાં પ્રિતના સપના સજાવી રાઘવ સાથે તેમના નવા બંગલામાં પ્રવેશી! આ નવો બંગલો રાઘવે માલાને લગ્નની ભેટ તરીકે આપ્યો. માલા ખ્વાબોના મહેલમાં આવી પહોંચી એમ અનુભવતા રાઘવ સાથે પ્રેમની સફરનો પહેલું કદમ રાખ્યું!

તેમના લગ્નની ખબર બધાને પડી ગઈ હતી બધા પોતપોતાની રીતે તેનું અર્થઘટન કરતા હતા. આ બધાથી અજાણ રાઘવ - માલા તેમના સપના સજાવેલી સુહાગરાત માટે તેમના રૂમમાં આવ્યા. મહેશ અને તેના માણસો બંગલાની સિકયુરિટી ચકાસી રૂમમાં સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરી રહ્યા હતા.

રાત ઢળતી હતી, બે ધડકતા દિલની ધડકનો એક બની ધબકી રહી હતી! એ કાળી રાતના સાયામાં કેટલાક સાયા ચૂપચાપ બંગલા તરફ સરકતા હતા. બધા ભાઉના લગ્નની ખુશીમાં દારૂના નશામાં ચૂર હતા. મહેશ એકલો જ સજાગ હતો. એ કાળા સાયાઓએ  સીસીટીવી કેમેરાને સરળતાથી આડશ ઊભી કરી તેનું લાઇવ ફુટેજ બંધ કરી બંગલામાં દાખલ થયા.

અચાનક બંગલામાંથી ગોળીઓના અવાજથી એ લોકો ચોકયા - મહેશ અવાજની દિશા તરફ ગન લઈને દોડયો. અવાજ રાઘવની રૂમ તરફથી આવતા ધ્રાસકો પડયો. રૂમમાં પહોંચી જે જોયું વિશ્ચાસ ના આવ્યો. ગોળીબાર કરી એ લોકો ભાગી ગયા. બેડ પર રાઘવ ઘાયલ થઈ પડયો હતો  અને માલા?

માલાના શરીરમાં અસંખ્ય ગોળીઓ વાગવાને કારણે લોહીથી લથબથ હતી. રાઘવ માલા - માલા બૂમો પાડતો રહ્યો. માલા છેલ્લા શ્ચાસ ગણી રહી હતી. આંખોમાં એક વેદના હતી પોતાના સપનાના મહેલના તૂટવાની. મહેશે ઝડપથી એમ્બ્યુલન્સ બોલાવી બંનેને લઈ હોસ્પિટલ દોડયો. રસ્તામાં રાઘવના હાથમાં માલાનો હાથ રહી ગયો, માલા મૃત્યુ પામી.

મા.. લા.. તેને આમ જતા નિહાળી એ ખુદ પર કાબૂના રાખી શકયો અને બેભાન થઈ ગયો. મહેશ અવાચક બની દોસ્તની જિદંગીમાં ખેલાયેલા આ ખેલનો સાક્ષી બની રહયો. રાઘવને બચાવવો જરૂરી હતો. હોસ્પિટલ પહોંચી તેનું ઓપરેશન કરાવી શરીરમાંથી ત્રણ ગોળીઓ હ્રદય પાસેથી ડોકટરો કાઢી. રાઘવ તો બચી ગયો, માલા એક જ દિવસની સુહાગન જિદંગી જીવીને જતી રહી! આ આઘાત રાઘવ માટે વ્રજસમાન હતો!


Rate this content
Log in