Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

એક સાંજનો ઓછાયો (૧૪)

એક સાંજનો ઓછાયો (૧૪)

6 mins
7.2K


શૈલી વિચારી રહી આ વ્યક્તિ કોણ છે, જે મને જાણે છે?

મહોતરમા, બહુ ના વિચારો જસ્ટ રીલેકસ, હું તમારો દુશ્મન નથી શુભચિંતક છું! પરંતુ તમે કોણ છો એ કહો પ્લીઝ? મને કેવી રીતે ઓળખો છો? તમે ત્યાં પહોંચ્યા કેવી રીતે??

હું દુબઈથી તમારી સાથે હતો, મને સૂચના આપવામાં આવી હતી તમને ફોલો કરવાની! સૂચના? મને ફોલો કરવાની? કોણે આપી હતી? શૈલી અચરજભરી નજરે તેમને નિહાળી રહી. મનોમન આ વ્યક્તિનો તાગ મેળવવાની કોશિશ કરવા લાગી, નાકામ રહી. તેનો અણસાર પામી ના શકી.

મને સૂચના તમારા જાડિયા, ચતુર, ખડુસ બોસે આપી હતી ખંધુ હસતા એ વ્યક્તિ બોલી. લુક મી. આપ જે હોય એ તમીઝથી વાત કરો, મારા બોસ ખડુસ નથી, તેમની ગણના દુનિયાના શ્રેષ્ઠ ઓફિસરોમા થાય છે સમજ્યા આપ? ઓ. કે. ઓ. કે. મિસ આપ ગુસ્સે ના થાઓ. કારડ્રાઇવ કરતા એ અનજાણ વ્યક્તિ શૈલીને નિહાળી રહી મનોમન મુશ્કુરાય રહી હતી.

શૈલી મેડમ જાગો, આપણું ઊતરવાનું સ્થાન આવી ગયું છે. ઓહ! વાતવાતમાં તેઓ કયાં આવી ગયા એ શૈલીને ખબર ના પડી. નજર ઉઠાવી જોયું એ હોટલ હતી, આશ્ચર્ય થયું કેમકે મોઇને આપેલ પેકેટ આપીને તેને આજ હોટલમાં આવવાનું હતું. આઇ મીન આ વ્યક્તિને આ મિશનની ખબર છે, હું શા માટે અમેરિકા આવી છું? ઓહ માય ગોડ! હું હજુ તેને જાણી નથી શકી.

પ્રિયા, તમે રૂમમાં જાઓ - હું એક કામ પતાવીને પરત આવું છું. પ્લીઝ - જયાં સુધી હું આવું નહી ત્યાં સુધી હોટલની રૂમની બહાર ના નીકળતા. કોઇને રૂમમાં દાખલ ના કરતા, એમ કહી હોટલના વેઇટરને એક ઇશારો કર્યો. મેડમનો સામાન રૂમમાં પહોંચાડી દો- એમ સૂચના આપી ઝડપથી કારને હંકારી.

શૈલી રૂમમાં આવતા મી. રાવને કોલ કરવાનું વિચાર્યું. નહી નહી એ વ્યક્તિ એ ના પાડી છે. કદાચ મારો નંબર ટ્રેસ થતો હોય તો આ લોકેશન ઝડપાઈ જશે. રહી રહીને એક જ ખ્યાલ આવવા લાગ્યો - આ કોણ છે?

કરણ- રણવીરને મી. રાવે બીજા કામથી અલગ અલગ જગ્યાએ મોકલ્યા છે. બીજા કોઇને આ મિશનની ખબર નથી તો આ વ્યક્તિ?
ડેફીનેટલી - કરણ-રણવીર તો નથી જ?

મનમાં ચાલતા વિચારોને હડસેલી આજે બની ગયેલી ઘટનાને વિચારતા થયું - આજે આ વ્યક્તિ ટાઇમસર ત્યાં ના પહોંચી હોત તો, ના જાને મારું શું થાત? અને પેલું પેકેટ?

અરે, એ પેકેટ ગયું કયાં? પેલાના હાથમાં હતું અને પછી? તો શું એ પેકેટ ત્યાં જ રહી ગયું? મોઇને કડકભાષામા સૂચના આપી હતી તને સંભાળવાની. પોતે કેટલી ઝડપથી મૂર્ખામી કરી બેઠી. આટલી ત્વરાથી વિશ્ચાસ કરીને મોટી ભૂલ કરી બેઠી.મી.રાવ જાણશે જયારે, તેની પર ગુસ્સે થશે. હવે એ પેકેટને શોધવું કયાં?

શૈલીને હોટલ પર ઉતારી એ અજાણી વ્યક્તિએ શર્ટમાથી પેકેટ બહાર કાઢી સીટ પર મૂક્યું, તેને તેની મંઝીલ પર પહોંચાડવા રવાના થયો.

રાઘવને લઈ મહેશ ધારાવી પહોચ્યો, ભાઉને સહીસલામત જોઈને ગેંગમાં આનંદ છવાઇ ગયો. ભાઉને ગોળી વાગી છે એ માટે એ આનંદ વિષાદમાં છવાયો.

ભાઉ તું આરામ કર, હું એ માલની ડિલિવરીની વ્યવસ્થા કરીને આવું છું. નહિ મહેશ, આરામ પછી, પહેલાં જે કમીટમેન્ટ કર્યું છે એ મુજબ માલ પહોચી જવો જરૂરી છે. આપણી શાખ તૂટવી જોઇએ નહી. શાખ એ ધંધાનો એ વિશ્ચાસ છે!ભાઉ બધું થઈ જશે તું ચિંતા ના કર - અમે છીએ બધા - બધા એક સૂરે બોલી ઊઠયા! તમે બધા મારી તાકાત છો, એટલે મને તમારા બધા પર વિશ્વાસ અને ગર્વ છે - બધા પર એક સ્નેહભરી નજર નાંખતા રાઘવ વિશ્ચાસથી બોલ્યો. મુંબઈના માલની ડિલિવરી થઈ ગઈ. અશોક પકિયો બીજે દિવસે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નકકી કરેલા મુજબ માલની ડિલિવરી આપવા રવાના થયા.

ભાઉ - તને કેટલી વખત કહયું છે-કોઇક નેતાનો કે રાજકીય પક્ષનો હાથો બની જા. આવા નાના નુકસાનથી આપણે બચી શકીએ. મહેશ રાઘવના પાટાને ખોલી ડ્રેસિંગ કરતા બોલ્યો.

મહેશ તને ખબર છે જેને જેને રાજકીય નેતાઓનો સહારો લીધો એ બધાનો નેતાઓએ ભરપૂર ઉપયોગ કરીને પોલીસના હાથે એનકાઉન્ટર કરાવી મરાવી નાંખ્યા છે. સાલા નેતાઓ જેવા હરામી બીજા કોઈ નથી. અરૂણ ગળવી, મસ્તાન, અભ્યંકર, છોટા રાજન, લતીફ, મુસ્તુફા એના દ્રષ્ટાતો છે. એમની ગેંગનો સફાયો થઈ ગયો, એ બધા એન્કાઉન્ટરમાં મરી ગયા. મારે એવા નેતાઓના હાથો બની મરવું નથી. હું જીવીશ મારી ખુમારીથી અને મરીશ પણ ખુમારીથી! તું મારી ચિંતા શીદને કરે છે?

દોસ્ત તારી ચિંતા અમને બધાને છે, આજ પછી તને એકલો કયાંય જવા નહી દઉ.તેના મનમાં એક જ સવાલ વારેવારે ગુંજ્યો હતો. પોલીસ ત્યાં પહોંચી કેવી રીતે? ટાઇગર ગેંગના માણસો? એ કેવી રીતે ત્યાં? એનો મતલબ અમારી ગેંગમાં કોઈ ગદાર છે, જેને પોલીસને આ માહિતી આપી અને રાઘવની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ. એને પકડવી રહી, નહી તો એ ઉધઇની માફક આખી ગેંગને ખોખલી કરી નાંખશે.

મહેશ, મહેશ.. શું વિચારે છે? કયારનો તને અવાજ.. કયાં ખોવાઈ ગયો? હા, ભાઉ બોલ - તંદ્રામાંથી બહાર આવ્યો, મનની વાત મનમાં દબાવી દીધી. ભાઉ હું એ અજાણી યુવતી વિષે વિચારતો હતો.

કોણ માલા? તું એના વિષે શું વિચારતો હતો? હસતા હસતા રાઘવ બોલ્યો.

ભાઉ મને એ તારા માટે ! શબ્દોને અધૂરા મૂકીને મહેશ રાઘવના ચહેરા પર નજર ટેકવી એ જોવા. ત્યાં કોઈ ફેરફાર થાય છે કે નહીં?

મહેશના આશ્ચર્ય વચ્ચે, માલાનું  નામ આવતા રાઘવના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. જે જોઇ મહેશને આનંદ થયો. મનોમન વિચાર્યું આટલા વર્ષો પછી રાઘવની જિંદગીમા પહેલી વખત બન્યું છે કોઈ સ્ત્રીનાં નામથી ચહેરા પર સ્મિત આવ્યું હોય!

રાઘવ માલાનાં વિચારોમાં ખોવાઇ ગયો. નજર સમક્ષ માલાનું એકાએક ખેંચવું, બંનેનું જમીન પર પડવું, ત્યારે નજરનું રચાયેલું એ 'તારક ઐક્ય', રાઘવને પોલીસથી બચાવવું યાદ આવી ગયું! ભાઉ - કયાં ખોવાઇ ગયો?

રાઘવને મહેશના અવાજને બદલે જાણે માલા બોલાવતી હોય એમ લાગ્યું! માલા સાથેની એ મુલાકાત રાઘવના દિલમાં ઘર કરી ગઈ! માલાને જોતા દિલમાં એક અનોખી લાગણીએ સળવળાટ કર્યો હતો! એ લાગણી કઈ હતી એનાથી માલા - રાઘવ અજાણ હતા!

રાઘવના ગયા પછી માલા એ દિશામાં તાકતી રહી હતી. તેને એમ લાગતું હતું જાણે કોઈ તેના શરીરમાંથી પ્રાણ કાઢીને લઇ જઇ રહ્યાં છે. તે સ્થિતપ્રજ્ઞ બની એ બંનેને જતા નિહાળી રહી હતી. ઘરે આવ્યા પછી રાઘવનો ચહેરો તરવરતો હતો.

તેના બાબા સાગરખેડી પાછા ફર્યા, વસ્તીમાં ખબર મળ્યા પોલીસ આવી હતી. દીકરી ઘરમાં એકલી હતી, તેની ચિંતા થવા લાગી. ઘરે આવી જોયું માલા વિચારોમાં ખોવાયેલી હતી. તેમના આવવાની ખબર તેને ના પડી, આશ્ચર્ય થયું. પવનવેગે ઘરમાં ફેરફૂદરડી ફરનારી આજે સૂનમૂન બની ખાટ પર બેઠી હતી. બાબાની સૂધ પણ ના રહી.

માલા બેટા, કયાં ખોવાઈ ગઈ, તેની નજદીક જઈને બૂમ પાડતા હાથથી હલબલાવી. ત્યારે માલાની તંદ્રા તૂટી. અરે બાબા તમે કયારે આવ્યા? મને ખબર ના પડી, એમ બોલી ઝડપથી તેમના માટે પાણીનો ગ્લાસ ભરી લાવી. બાબા આ વખતનો ફેરો કેવો રહ્યો?

બેટા એ બધી વાતો પછી, પહેલા એ કહે વસ્તીમાં પોલીસ કેમ આવી હતી? શું થયું હતું?

બાબા - તેમનો હાથ પકડી ખાટ પર બેસાડ્યા, બધી વાત કહી. દીકરી આમ અજાણ્યા માણસને ઘરમાં? બાબા તમે જ કાયમ કહો છો. સાચો ધરમ માનવ ધરમ છે! બસ મે એ ધરમ નિભાવ્યો છે! હા - પણ બેટા!

બાબા મારા માટે શું લાવ્યા? એમ કહી વાતને બીજી તરફ વાળી દેતા માલા બોલી. દીકરી હું સાગર ખેડવા ગયો હતો, કોઈ મોતી શોધવા નહી સમજી, હસતા હસતા માલા માટે લાવેલા કાનના ઝુમખા તેની સામે ધરતા બોલ્યા. બાબા મને ખાતરી હતી, તમે મારા માટે ખજાનો લાવશો એમ કહી હાથમાંથી એ ઝુમખા લઈ અરીસા સામે ઊભી રહી, ઝડપથી એને ધારણ કરીને બાબા સામે આવી પૂછયું - જુઓ કેવા લાગે છે આ???

ખૂબ સુંદર લાગે છે! કોણ બાબા? હું કે આ ઝુમખા? અરે - મારી દીકરી જ - આટલું બોલતા માલા તેમનાં ગળે વળગી પડી!

દીકરીના માથે પ્રેમથી હાથ ફેરવતા તેમને ગુજરી ગયેલી પત્ની જેની યાદ આવી ગઈ. માલા એની મમ્માની પ્રતિકૃતિ છે! માલા એમના જીવનમા ફૂટેલી એમના પ્રેમની કુમળી વેલ છે!

બાબા મમ્માને યાદ કરો છોને - તેમનાથી અળગા થતા જોયું તેમની આંખોના ખૂણા ભીના હતા! બાબા આમ કરશો તો હું તમારી સાથે નહી બોલું,, ખોટો ગુસ્સો કરતાં એ બોલી.

મારી અમ્મા - મને માફ કર હવે! કાન પકડતા એ બોલ્યા, બંને હસી પડ્યા. તેમના હાસ્યથી એ ઝૂંપડી મઘમઘી ઊઠી, પરંતુ બંને જાણતા હતા એ હાસ્ય પાછળના છૂપાયેલા દર્દને! ચાલ હવે ખાવાનું બનાવ્યું છે કે નહીં? મને ખૂબ ભૂખ લાગી છે, કેટલા દિવસથી દીકરીનાં હાથની રસોઈ જમ્યો નથી.

બાબા તમે નાહી લો, તમારા માટે સહેજવારમા પપેટ મચ્છી, સૂપ, દાલ - પુલાવ બનાવી  દઉં છું. આમ કહેતા ઝડપથી ઝૂંપડીની બહાર નીકળી નજીકમાં આવેલી શાકબજારમાં પહોંચી.


Rate this content
Log in