દ્રિતિય જ્યોતિર્લિંગ મલ્લિકા
દ્રિતિય જ્યોતિર્લિંગ મલ્લિકા
આંધ્રપ્રદેશના શૈલમમાં બિરાજે છે...મહાદેવ.. દ્રિતિય જ્યોતિર્લિંગ " મલ્લિકાઅર્જનમ્." નામથી !
કથા અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતાના પુત્રો કાર્તિકેય અને ગણેશના વિવાહ કરવાનું નક્કી કર્યું. પ્રથમ વિવાહ કોના થાય તે બાબતે વિવાદ ઊભો થયો. ભગવાન શિવે આ બાબતના નિવેડો લાવવા જણાવ્યું કે તમે બંને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવો, જે પહેલા પ્રદક્ષિણા પુરી કરશે તેનો વિવાહ પહેલા થશે. કાર્તિકેય તો તરત જ ઉપડયા પૃથ્વીની પ્રદક્ષિણા કરવાં, પણ પોતાની ભારેભરખમ કાયા લઈ કાર્તિકેયની પહેલા પૃથ્વીની પ્રદક્ષિણા કરવી ગણેશ માટે શક્ય ન હતી. આથી તેણે માતા પાર્વતી અને પિતા શંકરભગવાનની સાત પ્રદક્ષિણા કરી લીધી. શાસ્રો અનુસાર માતા પિતાની સાત પ્રદક્ષિણા કરવી એ પૃથ્વી પ્રદક્ષિણા બરાબર છે. આથી પ્રસન્ન શંકરભગવાને ગણેશના વિવાહ વિશ્વરૂપનની પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે કરી આપ્યાં.
પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પરત આવેલા કાર્તિકેયને આ વાતની જાણ થતાં તે ક્રોધે ભરાય છે ને ક્રવૃંજા પર્વત પર ચાલ્યાં ગયા. માતા પિતા શોધતા ત્યાં આવતા કાર્તિકેય શૈલમ નામના પર્વત પર આવ્યાં, માતા પાર્વતી અને પિતા શંકરભગવાને ત્યાં પણ આવતાં જોઈ, કાર્તિકેય ત્યાંથી પણ નિકળી જતાં હતાં પણ સર્વ દેવોએ વિનંતી કરી કાર્તિકેયને ત્યાં જ રોકાઈ જવા જણાવ્યું. સર્વ દેવોની વિનંતીને માન આપી કાર્તિકેય અહી જ રોકાઈ ગયાં. આથી પોતાના પુત્રને મળવા અનુક્રમે શંકરભગવાન દર અમાસે અને માતા પાર્વતી દર પૂનમે આવે છે. તેથી જ દેવોના દેવ મહાદેવ અહીં દ્રિતિય જયોતિલિંગ સ્વરૂપે બિરાજમાન થયાં છે.
જય મહાદેવ ... જય મલ્લિકાઅર્જનમ્ મહાદેવ.
