Rajesh Baraiya

Others

2.5  

Rajesh Baraiya

Others

ધરતી નું જતન

ધરતી નું જતન

2 mins
15.2K


નમન ગુર્જર ધરાની વનસ્પતિને,

નમન ચારે દિશાઓને પર્વતોને.

પૃથ્વી ઉપર જીવની ઉત્પતિ થઈ ત્યારથી આજ સુધી બે પ્રકિયાઓ સતત ચાલતી રહી છે. એક ઉત્ક્રાંતિથી નવી સજીવ જાતીનું સર્જન અને વિલોપથી હયાત સજીવ જાતિનો નાશ. છેલ્લા મહાવિલોપન સમયે મનુષ્ય આ ધરતી પર ન હતો ને ઉત્ક્રાંતિ આજથી 20 લાખ વર્ષ પહેલા મનુષ્યનું સર્જન થયુ.

માનવી જયાં સુધી ગુફાવાસી હતો ત્યાં સુધી જમીનની કોઇ સમસ્યા ન હતી.પરંતુ ખેતીની શોધ થતા જ માનવીએ ભૂમિ પર આક્રમણ કર્યુ. આજે જ્યારે મનુષ્ય અવિર્ત પણે કુદરતે આપેલ બુદ્ધિના પ્રતાપે અન્ય જીવોને તુચ્છ ગણી સમગ્ર પર્યાવરણ,આવાસ્થાનો નો નાશ કરી રહ્યો છે. અને જીવોને સીધી અને આડકતરી રીતે નુકસાન કરી રહ્યો છે ત્યારે ચોક્કસ પણે આ સમતોલન જળવાઈ રહેવાનું નથી. તેથી હવે ચિંતા કરવાની જરૂર છે મનુષ્યના અસ્તિત્વની અન્ય સજીવ જાતિઓ ઉપર અવલંબન વગરની કલ્પના જુઓ તો મનુષ્ય આહાર, કપડા,ઔષધિઓ એમ તમામ જરૂરી ચીજ માટે સજીવ જાતિ પર આધાર રાખે છે. અને રહેવા માટે ધરતી ની જરૂર પડે છે. દરેક ધર્મમાં ભૂમિને સર્વેની માતા કહી છે .તો આજે તેની આવી દુર્દશા કેમ ..?

22 એપ્રિલ એટલે ધરતી(પૃથ્વી)દિવસ મનાવીએ છીએ. આપણી ધરતીમાતા બ્રહ્મમાંડની સૌથી મૂલ્યવાન બક્ષીસ છે. પ્રકૃતિનું રક્ષણ એજ માનવ જાતિના ભવિષ્યના વિકાસની ચાવી છે. પ્રકૃતિનું રક્ષણ કરવું દરેક વ્યકિતનું કર્તવ્ય અને દાયિત્વ છે. પર્યાવરણની સમજનું મહત્વ ત્યાં જ સ્પષ્ટ થાય છે. હા પણ હાલનું પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ મોટી સમસ્યા છે .

પ્લાસ્ટિક એક એવું દ્રવ્ય વસ્તુ છે કે જે કુદરતી સ્થિતીમાં હજારો વર્ષ સુધી નાશ થતું નથી ! આજે પ્લાસ્ટિકથી અનેક પ્રકારની વિકરાળ પર્યાવરણીય સમસ્યાઓ ઉદભવે છે. સમુદ્રનો ૮૭% કચરો પ્લાસ્ટિક સ્વરૂપે છે. આ કચરો અમુક સમય બાદ નાના કણ રૂપમાં રિવર્તન પામે છે. જે નાની માછલીઓ જીવડાં સમજીને ખાઈ જાય છે. માછલીને અન્ય દરિયાઈ જીવો, જમીન પર રહેતા પ્રાણીઓ, પક્ષીઓ અને મનુષ્યો ખાય છે. આમ દરેક જીવના શરીરમાં પ્લાસ્ટિક એક યા બીજા સ્વરૂપે આવે છે.

પ્લાસ્ટિક કચરામાં સૈાથી મોટો હિસ્સો પ્લાસ્ટિકની કોથળીઓ, પાઉચ અને પાણીની બોટલોનો છે. આ પ્લાસ્ટિકરૂપી દૈત્યનો નાશ અત્યંત જરૂરી છે નહીતર એક દિવસ તે તમામ જીવ સૃષ્ટિનો નાશ કરશે.

આવો માતા સ્વરૂપના આ કુદરતી પરિબળનું સંરક્ષણ કરવા આટલું કરીએ ...

> જમીનનું ધોવાણ અટકાવવા શક્ય બને ત્યાં વૃક્ષારોપણ કરીએ.

> જમીન પ્રદૂષણ ન થાય તે પ્રકારની ગટર વ્યવસ્થા વિકસાવવી.

> એક ઇંચ જાડાઈની ભૂમિ નિર્માણ માટે એક હજાર વર્ષ લાગે છે.

જેનો માત્ર આપણા સ્વાર્થ ખાતર વ્યય ન કરીએ. બિન જરૂરી ખાણો

અને ખોદ કામો ટાળવા.

> પાણી મેળવવા ખૂબ ઉંડો બોર ન કરીએ.

તો ચાલો સાથે મળી ધરતી નું જતન કરીએ ....અંતે એજ 

વસુંધરાનું ઘરેણું, 

વૃક્ષ,પક્ષી અને પ્રાણી છે.

જેનું કરીએ આપણે જતન,

બનાવશું વૃક્ષોના વનો.

ખિલશે વસુંધરા, વન્યજીવો,

તો વનરાજી રહે રાજી.

  


Rate this content
Log in