Vijay Shah

Others

2  

Vijay Shah

Others

ડોઝ

ડોઝ

2 mins
7.6K


બહુ જતનથી લખેલા પ્રેમ પત્રો ગુસ્સામાં આવી જઈ અગ્નીને હવાલે જ્યારે જવાલાએ કર્યા ત્યારે જ્વલંત બહુ ખીજાયો.

જ્વાલા ગાજી, “આ તારા વેવલા વેડા બંધ કર. મને તારો પ્રેમ નહીં પૈસા જોઈએ છે. મને તો પૈસા કમાતો વર જોઈએ છે.”

જ્વલંતે એટલાજ ગરજતા અવાજે કહ્યું, “એટલે હું કમાતો નથી?”

“મારા ભાઈ જેટલું તો નહીં જ..”

“અરે તારી અપેક્ષાઓને કાબુમાં રાખ.. જ્યારે ને ત્યારે તારા ભાઈને આગળ ધર્યા કરે છે. મને ખબર છે તારો ભાઈ કેવી રીતે કમાય છે. એક દિવસ જેલમાં જશે.. સ્મગલીંગ કરે છે ને..

“મેં કહ્યું ને ધંધો કરો આખું મગજ ધંધામાં હોય તો આ ચપટી આવકોથી બહાર નીકળાય જ ને?”

“મહીને સાડા સાત હજાર કમાઈને લાવું છું અને મારું ઘર શાંતિથી ચાલે છે.”

“એટલે તમે તમારું ધાર્યુ જ કરશો એમને?”

“ કેમ કંઈ વાંધો છે?” જ્વાલાનું ફટક્યું.

અને આદત પ્રમાણે જ્વલંત તેની ગાળોને એક કાને થી બીજે કાને કાઢતો ગયો.

સવારે ફરીથી એજ ગાણું. અને જ્વલંતનું ફટક્યુ.

ચોડી દીધી બે અડબોથ… “તેં મને મારી કેમ?”

તેણીએ ૯૧૧ ઉપર ફોન કરી પોલિસને ફરિયાદ કરી દીધી

“સડજે હવે જેલમાં”

જ્વલંતને બાના શબ્દો આજે સાચા લાગ્યા. લગ્ન પહેલા તેમણે કહ્યું હતું કે આ છોકરી તારા માથે બેસીને તબલા વગાડશે.. તે મનોમન બબડ્યો.. “બા તમે સાચું જ કહેતા હતા.”

સ્તબ્ધ થઈ ગયેલા જ્વલંત ઉપર ગરજતી જ્વાલા પાંચ મીનીટ પછી બોલી, “તને તો આ ખાલી ડોઝ આપ્યો હતો. પોલિસને ડાયલ નથી કર્યો. એમજ ઘાંટા પાડતી હતી.”


Rate this content
Log in