STORYMIRROR

Mamta Shah

Others Tragedy

3  

Mamta Shah

Others Tragedy

દાદાનો ઋણ સ્વીકાર

દાદાનો ઋણ સ્વીકાર

2 mins
14.4K


"કેમ છો દાદા? તમે રોજે કેવી રીતે આટલા વહેલા ઉઠી જાઓ છો?"

"મજામાં. ભાઈ અમને તો વર્ષોની ટેવ, વહેલા ઉઠવાની. અમને તમારા બધાંની જેમ મોડા સુધી સુઈ રહેવું ના ફાવે. આ તારા દાદી તો કાયમ જ સવારે સાડા પાંચ વાગે ઉઠી જતા હતાં. બરાબર ને ? દાદી સામે જોઈને દાદા પૂછે છે." પણ દાદી તો ક્યાં કોઈ દિવસ કોઈ વાતનો જવાબ આપી શકે છે. બસ શૂન્ય થઈને દાદા ને તાકી રહે છે.

આ જ એમનું રોજનું રૂટીન. હું જ્યારે સવારે દાદીની દવા આપવા જવું, ત્યારે દાદા એ સરસ રીતે દાદીને તૈયાર કરીને બારી પાસે બેસાડ્યા હોય. એમના લાંબા વાળ પણ દાદા ઓળે, મોઢા પર સરસ સુગંધી વાળો પાઉડર લગાવે અને કપાળમાં વચ્ચે સરસ મજાનો લાલ મોટો ચાંદલો લગાવે. અને પછી અરીસો લઈને દાદી ને બતાવે. પણ આ બધું દાદા કરે ત્યારે પણ દાદી સાવ શૂન્યમનસ્ક થઈને જોયા જ કરે.

શરૂઆતમાં જ્યારે દાદા અહીં દાદીને લાવતા ચેક અપ માટે ત્યારે તો દાદી સરસ રીતે બધાંની સાથે વાતો કરતાં. અહીં કોઇ નાના બાળક હોય તો એમના માટે ફ્રૂટ અને બિસ્કીટ પણ લઈને આવતા. જ્યારે એક વર્ષ પહેલા દાદાએ દાદીને આ હોસ્પિટલમાં દાખલ કર્યાં, ત્યારે મને હજી પણ યાદ છે કે દાદી ડોક્ટરને કહેતાં હતાં, ખબર નહી આ માણસ કોણ છે અને મને કેમ અહીં લઈ આવ્યો છે ? હા, દાદી અલ્ઝાઈમરના દર્દી છે અને એમને હવે કઈ જ યાદ રહેતું નથી. પછી ધીમે ધીમે એમની માંદગી એટલી વધી ગઈ કે એમનું બોલવા ચાલવાનું, વાત કરવાનું બધું જ બંધ થઈ ગયું.

થોડા દિવસ પહેલાં ડોક્ટર દાદાને બોલાવીને કહે છે કે, દાદા હવે દાદીની હાલત બગડતી જ જશે. તમારે અહીં ના રહેવું હોય અને દાદીને અહીં મૂકીને જઉં હોય તો તમે જઈ શકો છો. ત્યારે દાદા કહે છે કે 'હોય કાંઈ ! એની જિંદગીના આટલા વર્ષો એણે મારા અને મારા પરિવાર માટે જ ખર્ચી નાંખ્યા ને ! ક્યારેય દિવસ રાત નથી જોયા કોઈની પણ સેવા કરવામાં. આ તો કદાચ મેં એને ત્યારે ટાઇમ નઈ આપ્યો હોય એટલે અત્યારે હવે હું એને ટાઇમ આપું ! કદાચ આ તો એનું ઋણ ઉતારવાનો મોકો મળ્યો છે મને! જેણે જિંદગીના પચાસ વર્ષ પોતાનું નથી વિચાર્યું, એને શું હું થોડા દિવસ પણ ના આપું ?'


Rate this content
Log in