Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

ચિન્ટુ-મિન્ટુ

ચિન્ટુ-મિન્ટુ

2 mins
13.5K


એક મોટું જંગલ હતું. તેમાં બધાં પ્રાણીઓ હળી-મળીને રહેતાં હતાં. સૌ એકબીજાને મદદ કરતાં, ઉત્સવો ઉજવતાં અને આનંદ કરતાં. ચિન્ટુ વાંદરો અને મિન્ટુ રીંછ એકદમ પાકા દોસ્ત હતા. તેઓ રોજ સ્કુલમાં ભણવા જતાં અને વેકેશનમાં જંગલના ઝરણાં પાસે ફળ-ફૂલ તોડી-તોડીને ખાતાં.

એકવાર ત્રણ ચાર દિવસની રજામાં ચિન્ટુ વાંદરો મામાને ઘરે જવા પાસેના જંગલનાં ગયો. મિન્ટુ રીંછને તેણે પોતાના મામાને ઘરે આવવા કહ્યું. પણ મિન્ટુ એ કીધું મારે થોડુ ભણવાનું બાકી છે, તો તું જઈ આવ મારા માટે ખૂબ બધું મધ લેતો આવજે. ચિન્ટુ વાંદરો એકલો-એકલો ગીતો ગાતાં એક ઝાડથી બીજા ઝાડ પર કુદકા-મારતો મારતો મસ્તીથી જતો હતો. ત્યાં શિકારીઓએ ઝાડ પર લગાવેલી નેટમાં તે ફસાઈ ગયો.

શિકારીઓ ચિન્ટુને જંગલથી દૂર શહેરમાં એક સરકસ ચાલતુ હતું તેના મેદાનમાં લઈ આવ્યા. ચિન્ટુ એકદમ ગભરાઈ ગયો. તે પોતાના પેન્ટના ખીસ્સામાં હાથ નાખી એક ખૂણામાં બેસી ગયો. ત્યાં તેને કંઈક ખૂંચતું હોય તેવું લાગ્યું. તેણે જોયું તો એ વાઈ-ફાઈનું ડોંગલ હતું. ચિન્ટુ વાંદરાએ મામાને ત્યાંથી પોતાનું હોમવર્ક કરવા માટે ડોંગલ અને પોતાના થોડાં કપડાની બેગ સાથે લીધી હતી. તેને ગળાથી સાંકળ બાંધી સરકસમાં જે તંબુમાં બાંધ્યો હતો ત્યાં હાથી, પોપટ, સસલું જેવાં પ્રાણીઓ-પક્ષીઓ પણ હતાં.

એ બધા દુ:ખી હતા. આથી ચિન્ટુએ બધાને પૂછ્યું, "તમે અહીં કેવી રીતે આવ્યાં?" તો બધા એ એવું કહ્યું, "અમે પણ તમારી જેમ શિકારીઓની નાખેલી જાળીમાં ફસાઈ ગયાં હતાં." એ બધાને ત્યાંથી પોતાના જંગલમાં જવાની ખૂબ ઈચ્છા હતી.

ચિન્ટુ વાંદરો કંઈક ઊંડા વિચારોમાં ડૂબી ગયો અને તેણે બધાને શાંત રહેવા કહ્યું. ત્યાં આ બધા પ્રાણીઓનું ખાવાનું લઈ એક માણસ આવ્યો તેણે પોતાનો સામાન ચિન્ટુ વાંદરાને જ્યાં બાંધ્યો હતો તેનાથી થોડા દૂરનાં ટેબલ પર મૂકયો અને ત્યાંથી જતો રહ્યો.

એ માણસના સામાનમાં નાનકડું લેપટોપ હતું. હવે ચિન્ટુભાઈનું મગજ એકદમ દોડવા લાગ્યું તેમણે પોતાના ખિસ્સામાંથી ડોંગલ કાઢ્યું. લેપટોપમાં લગાવ્યું અને જંગલમાં રહેતા પોતાના મિત્ર મિન્ટુ રીંછને ઈમેઈલ કર્યો અને મદદ કરવા કહ્યું. મિન્ટુ રીંછ તો ઈમેઈલ વાંચી દુ:ખી થઈ ગયો અને સીધો પોતાના શિક્ષક હાથીસર પાસે ગયો અને ઈમેઈલ બતાવ્યો હાથીસર તો આ વાંચીને સિંહરાજાને ચિન્ટુ વાંદરા વિશે જાણ કરી.

ચિન્ટુ વાંદરાના માતા-પિતા તો જોરજોરથી રડવા લાગ્યાં. તો સિંહરાજાએ સૌ પ્રાણીઓને શાંતી રાખવા કહ્યું. સિંહરાજાએ જંગલના અધિકારીને બોલાવી ચિન્ટુ વાંદરાનો ઈમેઈલ વંચાવ્યો.

જંગલના અધિકારીઓ સીધા નજીકના શહેરમાં સરકસ ચાલતું હતું. ત્યાંનાં માણસોને પકડી લીધાં અને તેમણે ફસાવેલાં બધાં પક્ષી, પ્રાણીઓને લઈ જંગલમાં પાછા આવ્યાં. ચિન્ટુ વાંદરાની હોશિયારીથી સૌ ખુશ થઈ ગયાં.

ચિન્ટુએ મિન્ટુનો આભાર માન્યો અને એ દિવસે સાંજે સૌ પશુપંખી ઓ પ્રાણીઓ એ ભેગા મળી ભાજીપાંઉની પાર્ટી કરી.


Rate this content
Log in