બુદ્ધની ખોજ
બુદ્ધની ખોજ
સાંજના સમયે રામેશ્વર ગંગા નદી તરફના પટ પર ચાલતો હતો .તેના પગમાં બુટ કે ચંપલ ન હતા. ખુલ્લા પગે શરીર પર હિંદુ સાધુઓ પહેરે એવો ભગવા રંગનો ઝભ્ભો થોડા વાળ વધારેલ ને, નાની દાઢી હાથમાં પાણીનું પાત્ર અને ખભે ધાબળો આ વ્યક્તિ દુનિયાની સુખ સગવડ છોડી અનંત સત્ય બુદ્ધની ખોજમાં નીકળી પડ્યો. એમનું માનવું આટલી વસ્તુ અનંત સત્યની શોધમાં ઘણુ થઈ પડે. કપાળે તિલક કે શરીર પર રાખ ચોળેલ ન હતી, ન માળા કે ન કોઇ દોરાધાગા, ન તેમને કોઇ શક્તિની ખાતરી કે રાહ જોવાની હતી. તેના મનનું રટણ અનંત સત્યની શોધ, ઘરમાં વિતાવેલા દિવસો ભૂલી ગયો. માતાના આંસુ પિતાનો દુ:ખભર્યો વિરોધને મિત્રોને સગાની સલાહ સત્યની શોધમાં બધાનો ત્યાગ કરવાનો વિચાર બધા માટે મૂર્ખતાભર્યા લાગ્યો પણ આદર્શ તરીકે એ વાત યોગ્ય હતી. બધાએ સમજાવ્યું આ ધ્યેય અને વિચાર સારો છે. પણ આ નોકરી ઉજ્જવળ ભવિષ્ય છોડી સત્યની શોધમાં નીકળી આ આટલી મહત્વની છે ?
રામેશ્વર ગંગા નદીના પટમાં ચાલતા તેમના ચરણ અટક્યા એમને જોયું મરણ પછી લાશને બાળી પધરાવે શું ? માણસના હાડ઼માંસનું શરીરનું આટલું જ મહત્વ. માછીમારો એ કરેલ માછલાના મોટા ઢંગલા રેતીમાં જોઇએ શું ? આ જીવ નું આટલું જ જીવન .
નાનપણથી પ્રાર્થના કરતો એજ સૃષ્ટિના સર્જનહારને કયો પ્રશ્ન પૂછવો એ વિચારમાં ... હવે તે પવિત્ર ગંગાના રસ્તે હતો તેને ખાતરી હતી કે અહીં તેને સત્ય ચોક્કસ મળશે અને રસ્તામાં આવતા ધર્મસ્થાન કે મંદિરમાં રોકાય ત્યાં રહેતા ધર્મગુરૂથી જ્ઞાન પ્રાપ્ત કરશે. પણ ત્યાં પહોચે ત્યાં સુધી તો સત્યને જાણવાની તૈયારી પરિપૂર્ણ થઈ ગઈ.
ગંગાના પાણીના પ્રવાહમાં નમેલા ખજૂરીના ઝાડ પર સુગંરીના માળાની વસાહતના પક્ષીઓ પ્રેમથી કલરવ કરતા નજરે પડ્યા .પોતાના બચ્ચા માટે કેટલી મહેનતથી માળા બનાવે .પોતાનું જીવન બાળકો માટે ખર્ચી નાખે ખબર છે કે પોતાનો માળો પાણી ઉપર છે કદાચ ફેર પડે તો પાણીમાં પડી જાય પણ પોતાની જાત પર વિશ્વાસ છે.
તેવી રીતે સત્ય એ જ છે, ખ્યાલ પણ છે શરીર નાશવંત છે પણ પોતાના પર વિશ્વાસ હોવો જોઇએ. જે કાર્ય કરે તે સારૂ કરવું એ જ સત્ય તે આગળ વધ્યો. તેને ખાતરી હતી કે તે જે કંઇ કરે તે સાચું છે અને વૃધ્ધ મા-બાપને આવી રીતે છોડવાનું દુ:ખ આ જ પક્ષી પાસેથી મેળવ્યું. માતા પિતા કોઇ અપેક્ષા વગર આખું જીવન સંતાન માટે ખર્ચી નાખે તો સંતાન બદલામાં તેમને તરછોડે આ સત્ય છે કે તેમને આ સમયે સાથ આપવો, બુદ્ધ પણ આ જ સમજાવી ગયા .અહિંસા, પ્રેમ, કરુણા રાખવી. ખ્યાલ છે શરીર નાશવંત છે પણ એવું જીવન જીવો લોકો કહે 'એ જે કહે તે સત્ય છે.' અને પ્રકૃતિના તત્વ પાસેથી શીખતા રહીએ એજ સત્યનો અંશ છે ...
