બસ, પાંચ મિનિટ
બસ, પાંચ મિનિટ
હા ! હજી મને યાદ છે,2005 નો એપ્રિલ મહિનો હતો. આમ, તો માર્ચ અને એપ્રિલ મહિના એ બે પરીક્ષાના મહિના હોય છે બધા વાલી તથા વિધાર્થી બધા પરીક્ષાની ચિંતામાં હોય છે, શાળાઓ વાલીઓ તથા વિધાર્થીઓથી ભરેલી જોવા મળે છે, સમયસર બાળકો પહોંચે તે માટે વાલીઓ સતત ધ્યાન રાખતા હોય છે.
હું પરીક્ષા આપવા અમદાવાદ ગઈ હતી, મારે "માસ્ટર ઓફ આર્ટસ" એમ એ પાર્ટ વન ની પરીક્ષા આપવા ગઈ હતી, મારી સાથે મારા પિતા આવ્યા હતાં. અમે શાળાએ પહોંચ્યા, મારી શાળા અને મારા મિત્રોની શાળા અલગ હતી એટલે હું કોઈને ઓળખું નહીં, હું તો મારો વર્ગ શોધી વર્ગમાં ગઈ, મારો બેઠક નંબર પ્રમાણે મારી બેઠક પર બેસી ગઈ.
બધા એકબીજાની સાથે વાતો કરતા હતાં પરંતુ હું કોઈને ઓળખતી નહીં એટલે હું ચૂપચાપ બેઠી હતી, પરીક્ષાનો સમય થતાં જ વર્ગમાં મૅડમ આવ્યા જે બહુ જ કડક હતાંં એટલે આખો વર્ગ શાંત થઈ ગયો, મૅડમે વર્ગમાં આવતાં જ સૂચના આપી કે....."જે કોઈ ચોરી કરતાં પકડાશે એને પાંચ વર્ષ માટે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં." એટલે બધાં એકબીજાને જોવા લાગ્યા.
સંસ્કૃત વિષય એટલે બધાં માટે અઘરો વિષય હતો. ઈશારાથી એકબીજાને પૂછવા લાગ્યા," મારી બેઠક પહેલી લાઈનમાં છેલ્લેથી બીજી બેઠક પર હતી, અને વચ્ચેની લાઈનમાં પહેલેથી ચોથી લાઈનમાં એક છોકરી હતી, અમે એકબીજાને રોજ જોતાં હતાંં પરંતુ એક દિવસ પણ અમે એકબીજાથી વાત કરી ન હતી.
એક, બે કરતાં ચોથું અને છેલ્લુ પેપર હતું જે થોડું અઘરુ હતું એટલે આવડતું હતું એટલું લખી બધાં બહાર નીકળ્યા,"હું" પણ નીકળી હું અને એ છોકરી અનાયાસે ભેગા જ બહાર આવ્યા એટલે મેં પૂછ્યું કે..."કેવું રહ્યું પેપર ?એટલે તરત જ એણે કહ્યું કે ઠીક ગયું યાર તારું કેવું રહ્યું ?
પ્રથમ મુલાકાતમાં જ એણે યાર કહી અજાણતાં જ દોસ્તી બનાવી લીધી અને તારું કહી દોસ્તની જેમ વાત કરી,અમે પાંચ મિનિટ સુધી વાત કરી એણે કહ્યું હતું કે... એની સગાઈ પણ થઈ ગઈ છે એના ઘરમાં કોણ કોણ છે, મારા ઘરમાં કોણ કોણ છે બધી વાત કરી પછી અમારા પિતા રાહ જોતા હશે એમ વિચારી અમે બંને એ એકબીજાને "બાય"કહ્યું.
અમે બંને "બાય" કહી છૂટાં પડ્યા અચાનક કંઈક યાદ આવતા બંને પાછા ફર્યા, બંનેને એક જ વાત યાદ આવી ને અમે હસવા લાગ્યા.
હાય ! હેતલ.
હાય ! ધરતી.
પછી હેતલે સંપર્ક કરવા માટે ફોન નંબર માંગ્યો, અમે એકબીજાને નંબર આપ્યો અને છૂટાં પડ્યા. અમુક સંબંધ લોહીના હોય કે ગમે એટલાં જુના પણ જાજો પ્રેમ નથી હોતો અને અમુક સંબંધ ના મૂળ ઘણા ઊંડા હોય છે. કહેવાય છે કે...."સગા હોય છે એ વહાલા નથી હોતા અને વહાલા હોય છે એ સગા નથી હોતા".
છૂટાં પડ્યા પછી પાંચમાં દિવસે હેતલનો ફોન આવ્યો ઘણી બધી વાતો કરી, થોડા દિવસ પછી મેં પણ કર્યો, આમ ફોન પર અમારી મુલાકાત થતી રહી અને અમારી દોસ્તી મજબૂત બનતી ગઈ.
બસ,એ પાંચ મિનિટની મુલાકાતે અમને જીદંગીભરની દોસ્તીના બંધનમાં બાન્ધી દીધા.
