ભેળ
ભેળ
1 min
93
અંતરાને આજે ઑફિસમાં હતી ત્યારે ઘરે જતાં ભેળ ખાતાં જવાનો વિચાર આવ્યો, બહું જ મન થયું હતું પણ એકલા ખાવાની મજા નહીં આવે એમ વિચારી એના પગ ઉપડ્યા દોસ્તો તરફ, પણ અચાનક પગ થંભી ગયા, આજે તો સાસુમાને લઈ હોસ્પિટલ જવાનું હતું, પોતાનું કામ પતાવીને જલદી રજા લઈ ઘરે પહોંચી.
ઘરે પહોંચતાં જ સાસુમાએ કહ્યું... જા જલદી હાથપગ ધોઈ લે કાચીકેરી નાંખીને ભેળ બનાવી છે હું તારી જ રાહ જોતી હતી ચાલ ભેગા ખાશું, અંતરા ખુશ થઈ સાસુમાને ભેટી પડી.
