ભારતનો પ્રવાસ 3
ભારતનો પ્રવાસ 3


ડિયર ડાયરી,
લગભગ ત્રણ વાગે એજન્ટનો ફોન આવ્યો. ટિકિટ મળી ગઈ છે. આજ રાતની અગિયાર વાગ્યાની ફલાઇટ છે. અમે અમદાવાદ એરપોર્ટથી લગભગ બે કલાક દૂર હતા. જે સામાન હાથમાં આવ્યો તે પેક કર્યો. રહી ગયો તે રહી ગયો. જેમ તેમ બધું ભરી સગાવ્હાલાઓને રડતા મૂકી એરપોર્ટ જવા રવાના થયા.
રસ્તામાં અમારા એક પ્રિય મિત્રનું ઘર આવે છે એમને ઘરે ચા અને બટાકા પૌઆ ખાઈ ફરી એરપોર્ટ તરફની સફર શરુ કરી. અમારી એકવીસમી તારીખની રાતે અગિયાર વાગ્યાની ફલાઇટ હતી. બાર વાગે પ્રધાનમંત્રી મોદીના કહેવા પ્રમાણે ફલાઇટ બંધ થઇ જવાની હતી અમે નસીબદાર કે અમદાવાદથી ઉપડતી છેલ્લી ફલાઇટ અમને મળી જવાની હતી. પણ શું ખરેખર ફલાઇટ મળી ખરી ? ડાયરી, તને ખબર છે કાંટાળા રસ્તા પર ચાલવાની મને આદત છે !ચાલ કાલે મળીએ.