ભારત પ્રવાસ
ભારત પ્રવાસ


ડિયર ડાયરી ,
આજ ૨૦મી માર્ચ છે. ભારત આવ્યાને અમને ૪૦ દિવસ થઇ ગયા છે. કેલીફોર્નીયાથી અમે ૧૯મી જાન્યુઆરીએ નીકળ્યા હતા. સિંગાપુર એરલાઇનથી અમે પહેલા સિંગાપુર રોકાયા ચાર દિવસ માટે પછી ચોવીશ તારીખે ભારત પહોંચ્યા હતા. ભારત અમે દર વર્ષે જઈએ છીએ. જતી વખતે એક દેશમાં રોકાઈએ અને આવતી વખતે પણ એક દેશમાં પ્રવાસ કરીએ, મને અને મારા પતિને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે. અમેરિકા જતી વખતે અમે જાપાન રોકાવાના હતા.
સિંગાપુરમાં હતા ત્યારે આ એક નવી જાતના વાયરસ વિષે સાંભળ્યું હતું, કે ખતરનાક વાયરસ આવ્યા છે. પણ વાતને અમે ગંભીર લીધી ના હતી. પણ ધીરે ધીરે વાયરસની ગંભીરતાની ખબર પડી. અમારી જાપાનની ટિકિટ ૨૯ માર્ચની હતી. જે અમારે કેન્સલ કરાવવી પડી. જાપાનમાં અમે ચેરી બ્લોસમ માટે જવાના હતા. પણ જેવી ઈશ્વરેચ્છા ! 29 માર્ચની ડાયરેક્ટ સાન ફ્રાન્સિસ્કોની ફલાઇટ કરાવી દીધી. હવે ૨૯ તારીખની રાહ જોવાની હતી.
આજ ૨૦મી માર્ચ સમાચાર પરથી જાણ્યું કે મોદીજી ૨૨ તારીખથી બહાર થી આવતી અને બહાર જતી ફલાઇટ બંધ કરાવી દેવાના છે. હવે, હવે શું થશે ડાયરી અમારું શું થશે ? અમે ઘરે શી રીતે પહોંચીશું? ડાયરી .......ડાયરી કૈક તો કહે !