ભારત પ્રવાસ 8
ભારત પ્રવાસ 8


ડિયર ડાયરી,
પ્લેનમાં બેસી ગયા. પ્લેન સમયસર ઉપડી ગયા. બધા એકબીજાથી ડરતા હતા, જાણે બધાને સાપે ડંસી લીધા હોય તેમ. બધા એક બીજાથી દૂર ભાગતા હતા. પ્લેનમાં શ્વાસમાં હવા એકજ લેવાની હતી તેથી બધાએ માસ્ક પહેરી રાખ્યો હતો.
મારા પતિએ મોટા ભાગનો સમય ઊંઘવામાં અને મેં મુવી જોવામાં કાઢ્યો. બધા ઉંચક જીવે હતા બધાને ઘરે પહોંચી જવું હતું, પોતાના ચાહવાવાળા પાસે. હું પણ મારા દીકરાને મળવા આતૂર હતી. અંતે સફર પુરી થઇ પ્લેન સાન ફ્રાન્સિસ્કો ઉતરી ગયું. અમે બહાર આવ્યા. ઇમિગ્રેશનમાં પૂછ્યું ક્યાં ક્યાં દેશમાં જઈ આવ્યા. અમે ભારત અને સિંગાપુર કહ્યું. વાંધો ના આવ્યો. મારા પતિ બોલી ગયા કે અમારી પાસે ફૂડ છે તેથી બધી બેગો ખોલાવી, થોડો સામાન ફેંકી પણ દીધો. અમે બહાર આવી ગયા. હવે ઘેર શી રીતે જઈશું ? આવતી કાલે....