ભારત પ્રવાસ ૧૦
ભારત પ્રવાસ ૧૦


ડિયર ડાયરી,
છેવટે અમે ઘરે આવી ગયા. અને થાકેલા જમીને સુઈ ગયા રાત્રે નવ વાગે ઊઠ્યા. દીકરો પાંચ વાર કોલ કરી ચૂક્યો હતો. પણ તમને ખબર છે ને જેટલેગ ની ઊંઘ!! નશા કરતા પણ ખરાબ હોય છે. નવ વાગે ઊઠીને દીકરાને કોલ કર્યો. સમાચાર મૂક્યા તો જાણવા મળ્યું કે ભારત કરતા અમેરિકામાં કરોનાના કેસીસ વધારે હતાં. 30,000 કેસ અને 594ના મૃત્યુ ! અમે તો ભારતમાં હતા તે બરાબર હતા.
પણ હવે તો છૂટકોજ ના હતો. અમારા ઘરમાં આરામથી બેસી રહેવાનું હતું. દીકરાએ ચોખ્ખી ના પાડેલી કે ઘરની બહાર જવાનું નથી. તમારે જે જોઈએ તે અમારી પાસે માંગો અમે લાવી આપીશું !વગર ગુનાની સજા મળી છે. જેલ ભોગવવાની છે. આઝાદી કોને કહેવાય તેનું ભાન થઇ ગયું ! આગે આગે હોતા હૈ ક્યાં દેખતે હૈ !