બા
બા

1 min

733
હું બા ના સાડલાથી એ રીતે વીંટળાઈ રહેતી જે રીતે એક હાથીને મદનિયું વીંટળાઈને રહે છે. મને બધા મારી મમ્મીનું પૂછડું કહેતા. પણ એનો મને જરા પણ વાંધો ના હતો કારણકે મને બાને વીંટળાઈ રહેવામાં મારી સલામતી લાગતી. જે રીતે પેલા મદનિયા ને હાથી સાથે સલામતી લાગે છે. આજ જ્યારે બા નથી ત્યારે મારા હાથ હજુ એ સાડલાને શોધે છે. જે સાડલાની સુગંધ હજુ મારા શ્વાસોશ્વાસમાં ભળેલી છે.