STORYMIRROR

Vijay Shah

Others

2  

Vijay Shah

Others

અસ્તિત્વનું વજન

અસ્તિત્વનું વજન

1 min
15.5K


હું તો ખુબ જ ખાનદાન કુટુંબમાંથી આવી છું. પણ મને એકલી ભાળીને સૌને તાકડે મધ જ દેખાય છે. હું શું કરું ? હું માણસ છું. હું મા છું. મારે દીકરો છે દીકરી છે. દીકરી તેના શ્વસુર ગૃહે છે દીકરો ભણે છે અને તેનું ભણતર પતે એટલે તેને રંગે ચંગે પરણાવી દઇને હું તો વઇ જઇશ દેશ.

અમેરિકામાં મેં ખોયો મારો સજન તેથી જ તો હળવુ થઇ ગયું અસ્તિત્વનું વજન શું કામ છે મને ડોલરીયા દેશનું ? જ્યાં સૌ તોલે અને બોલે ડોલરમાં જ્યાં મને મારું ભણતર કામ નથી લાગતું. મારો અધિકાર રહેવાનો પુરો થાય છે પણ દીકરો ભણે છે હજી. ત્યાં સુધી રહી જવાય તેવું કંઇક કરોને ભાઇ ! ઢંગનું બીજુ પાત્ર મળે તો પણ ઘણું !

બહેના ! આડૂ અવળુ કરીને બહુ મથી ખાનદાની તો એમાં જ છે કે કર તારા સ્વપ્ના વહેવારીક. વઈ જા તારા દીકરા સાથે દેશમાં દીકરો દેશમાં ભણશે તો પણ મોટો બાબુ બનશે જ. પ્રભુ સૌ સારુ કરશે જ. અને તે કસોટી પણ હીરાની જ કરે છે ને ? છું હીરો તો બની રહે હીરો.

હીણપતભરી જિંદગી જીવવા કરતા સંચર દેશ ભણી. દેશમાં લોકો શું કહેશે તે ચિંતાઓ વ્યર્થ છે. દેશમાં "દેશી" બનીને માનથી જીવીશ તો ખરીને ? તન અને મનમાં જો હશે સંતોષની હાશ તો થઇ રહેશે સૌ ક્ષેત્રે હાશ હાશ અને હાશ.


Rate this content
Log in