STORYMIRROR

Bhavya Raval

Others

2  

Bhavya Raval

Others

અન્યમનસ્કતા પ્રકરણ (૯)

અન્યમનસ્કતા પ્રકરણ (૯)

8 mins
15.1K


અમદાવાદ હાઇવે પરથી સ્વભાવ અને શોખના શહેર રાજકોટની હદમાં વિવેકની ગાડી પ્રવેશીફૂલોની બજાર ભરાય છે તેવી ગ્રીનલેન્ડ ચોકડીહોસ્પિટલ ચોકથી જામનગર રોડ પર માધાપર ચોકડીથી ડાબી તરફ વળતાં ફલાયઓવર પર ચડીને ડામર-સિમેન્ટનાં સપાટ એકસો પચાસફૂટ રીંગ રોડ, ઈન્દિરા સર્કલ, કે.કે.વી ચોક, બિગબજાર થઈ પુલ પરથી ઊતરતા ગોંડલ ચોકડીથી ડાબી તરફ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કોઠારિયા રોડ, આજીડેમ ચોકડી ફરતાં-ફરતાં સોરઠિયાવાડી, ભક્તિનગર સર્કલથી આગળ જતાં જમણી બાજુ વળી ભીડભાડવાળા વિસ્તાર એસ.ટીબસસ્ટેન્ડ પાસેથી નીકળીને ત્રિકોણબાગ આગળ મોડર્ન માર્કેટ યાજ્ઞિકરોડ પરથી વિવેકની ગાડી સરકીશહેરની પ્રદક્ષિણા ફરી લોંગ ડ્રાઇવ કરીને તેણે ગાડી ઊભી રાખીકારની બહાર આવીને તેણે હવામાં ઉપર બે હાથ ફેલાવીને આળસ મરડીસાંજનાં ચાર વાગ્યા હતાંવાદળછાયું વાતાવરણ હતુંરસ્તા પર રોજ જેટલો જ ટ્રાફિક હતો.

રાજકોટમાં આજે ત્રણ વર્ષ પછી આવવાનું થયુંહજુ પણ આ શહેર સિવાયના બીજા માણસોને અભિભૂત, આકર્ષિત કરે તેવું અહીં કશું નથી અને બધું જ છેરાજકોટમાં ચક્કર મારવાની મજા આવી ગઈ.

મિજાજ-મસ્તી-મારધાડ અને માનવતાના સંગમનું મનગમતું શહેર મારું રાજકોટમારી જન્મભૂમિ, મારી બાળભૂમિમારા રાજાશાહી અને રંગીલી આદતો માટેનું જવાબદાર શહેનશાહી સ્થળલેન્ડ ઑફ ગોડ, આઈ લવ ધીસ પ્લેસ.

વિવેકના ચહેરા પર ખુશીમય ચમક આવી ગઈએક પાનની દુકાન પર જઈ પાણીનું પાઉચ ખરીદ્યુંમોઢેથી પાણીની કોથળી ચૂસતાં વિચાર્યુંઘણાં દિવસે આ પ્રકારે પાણી પીધુંબ્રિસ્ટોલ સિગારેટ જગાવીમોબાઈલ ફોન હાથમાં લીધોસોનાલીનાં પચાસ જેટલાં મિસ્ડકોલ્સ જોયા અને દસ જેટલાં મેસેજીસ જોયાંનંબર રિજેક્ટ લિસ્ટમાં નાંખી દઈને એક નંબર પર કોલ કર્યોલાંબી રીંગ ગઈટ્રાફિકનાં ઘોંઘાટ વચ્ચે મોટેથી અવાજ આવ્યો.

હલ્લો.’

વિવેક હિયર.’

બોલોને દાદાઆજે અમારાં જેવા ગરીબ માણાંની યાદ આઈવી?’

રાજકોટ છું.’

ઓહોરાજકોટમાં ક્યાં?’

યાજ્ઞિક રોડધનરજની પાસે.’

અરે, તારો સગો હું ત્યાં જ છું.’

તે વ્હાઇટ શર્ટ ને બ્લૂ જીન્સ પેર્યું છે?’

હા, ક્યાં છો?’

તારો બાપ પાછળ જો, આ રહ્યો.’

વિવેક તેના દોસ્ત બાળપણનાં મિત્ર ધૈર્યને હાથ મિલાવીને ભેટી પડ્યોપીઠમાં ધબ્બો માર્યોધૈર્યએ મસ્તીમાં વિવેકનાં પેટ પર થપાટ મારી. ‘અરે સાલા..તું તો ઓળખાતો પણ નથીથોડો જાડો થઈ ગયોસશું કે ધંધા-પાણી?’

પાકીટ સાથે પોતાનું વજન ન વધારી આપે તેવી તરક્કી નકામીકંપનીનાં કામથી રાજકોટ આવ્યો છુંઅહીંના ઘરે કોઈ નથીખંજન પ્રેગનેન્ટ છે એટલે મમ્મીને ત્યાં એની સારસંભાળ માટે બોલાવી લીધાં છેતું બોલ શું ચાલે છે?’

વાહ પ્રભુ, અભિનંદનબસ જો મોબાઈલની શોપ છે પાછળ ગલીમાં જચાલ્યા કરે દોસ્ત હજુ એકલાં-અટુલાઉપરવાળાની દયા છેવ્યાજે પૈસા ફેરવી લેવાનાં થોડાં ઘણાંક્યારેક તૂટા પડે તો લોન લઈ જીવી લેવાનું.’ ધૈર્ય બે હાથની હથેળી વચ્ચે માવો ચોળવા લાગ્યો. ‘હું ફાકી ખાવા આવ્યો હતોત્યાં આમ જાદુઈ રીતે તારો ભેટો થઈ ગ્યોમોજ પડી ગઈચાલ મારી દુકાને બેસીએ.’

ના, શોપ પર નહીં.’

તો પછી?’

આવ ગાડીમાં બેસી જાઆંટો મારવો છેઘણી વાતો ભેગી થઈ છે.’

બંને ગાડીમાં બેઠાવિવેકે ગાડી સેલ્ફ સ્ટાર્ટ કરી. યાજ્ઞિક રોડ પરથી રેસકોર્સ રીંગરોડ તરફ ગાડી દોડાવી મૂકી.

વિવેકે વાતની શરૂઆત કરી. ‘અડધા રાજકોટનો આંટો મારી આવ્યોઅહીં ખાસ કોઈ બદલાવ થયો નથી કેમએ જ બપોરે ઘેરી નિંદ્રાનું સામ્રાજ્ય ફેલાયેલું વાતાવરણસુસ્ત લોકો અને અચોક્સ્સ વ્યવહાર વ્યવસ્થારાજકોટનો વિરોધાભાસ વિકાસ થતો જાય છે.’ વિવેકે કાર બીજામાંથી ત્રીજા ગિયરમાં નાંખીગાડીએ ગતિ પકડી.

તને નહીં સમજાય યારકેમ કે તને રાજકોટ છોડ્યાને સાત-આઠ વર્ષ થયાંત્રણેક વર્ષે તું ફરી અહીં આવ્યો છેવિવેક આ શહેર પોતાનામાં એક અલગપણું ધરાવે છે.’ ધૈર્યએ સ્વસ્થતાથી જવાબ આપ્યો.

કેવું અલગપણુપાન હોય પાસ્તા હોય કે પનીરનું શાક બધામાં કાજુ નાખી ખાવાનું અલગપણુંકે પછી તીખાં ભાવનગરીવણેલાં-ફાફડા ગાંઠિયા જોડે તેનાં પ્રમાણનાં મરચાં, સંભારો ઝાપટવાનું અલગપણુ કે પછી બપોરે ફૂલ પેટ જમીને સાંજે ખમણ-ઢોકળાં, ઘૂઘરા, ભજીયા, વડાપાઉં, દાબેલી, દાળ-પકવાન ખાવાનું અલગપણુંકે પછી પાનનાં ગલ્લે ઊભા રહીને નિરર્થક વાતોમાં સમય વ્યર્થ કરવાનું પંચાતિયું અલગપણુંતેલ અને ચણાનાં લોટનાં ભાવ તમે લોકોએ જ વધાર્યા છે.’

આ બધી તો ખાવાની વાત થઈજો ભાઈ વિવેક અમે બહું નાના અને નવા માણસો છીએઅમારું આ રેસકોર્ષ રીંગ રોડ કાબા અને કાલાવડ રોડ કાશી છેગંગા જેવી આજી અને ન્યારી ડેમ તો નદીઓનો સંગમ છેનર્મદાનું પાણી એમાં ઠલવાય છેમોટાં શહેરો કે નાના ગામડાંની જેમ કોમી તોફાનો ક્યારેય થયાં નથીબધામાં સંપ અને ભાઈચારો છે.’

આજીડેમ આત્મહત્યા અને ન્યારી ડેમ શેનો સંગમ છેપાણી અને પ્રેમીઓનોતું જે રાજકોટિયન હોવાની વાત પર ગર્વ કરે છે ધૈર્ય એ ગર્વ એક સમયે મને પણ હતો પણ પછીથી જ્યારે મેં કેટલાક બીજા શહેરોની મુલાકાત લીધી ત્યારે સમજાયું.’ એકદમ ગાડીને જોરથી બ્રેક લાગીબંને આગળની તરફ ધકેલાયાધૈર્યથી ગાળ બોલાઈ ગઈબીપ... બીપ...

વિવેક કહ્યું,તું જ જોઈ લે, ઈન્ડીકેટરનો ઉપયોગ કર્યા વિના ડોકું હલાવીને માથું ધુણાવીને હાથ બતાવીને બધાં એકબીજાને સાઈડ આપે છેમનફાવે તેમ વાહન ચલાવે છેકોઈ પ્રકારની ટ્રાફિક સેન્સ નથીપાર્કિંગની વ્યવસ્થા નહીંસડક પર ગલીઓમાં ગાયો અને કૂતરાં રખડતા ન જોવા મળે તેવો કોઈ ઈલાકો નથીકોમ્પ્લેક્સના કાટખૂણા પાન-ફાકીની પિચકારીથી ભરેલા ગોબરા અને ગંદાનાટકો આવતા નથી અને કલાકારો ટકતા નથીપૈસા સુખ માટે નહીં પણ શોખ માટે વેડફાય છેદેખાદેખીની માનસિકતા અને...’

રેસકોર્સનું ચક્કર પૂરું થઈને કિસાનપરા ચોક થઈ મહિલા કોલેજ અંડરબ્રિજ આગળ બી..પી.એસસ્વામીનારાયણ મંદિર આવ્યુંકાલાવડ રોડ શરૂ.

વિવેકની વાતોથી ધૈર્ય ગુસ્સે થઈ ભડક્યો,ગાડી ઊભી રાખમને ઉતારી આપ આગળ.’

વિવેક ચોંક્યો,અરે પણ શું થયું?’

પણ બણની બેન ને... હું તારી હલકી નફ્ફટાઈ સાંભળવા મળ્યો છુંહરામીમોટા શહેરમાં ગયો એટલેઘમંડી ભૂલી ગયો તું એક ટાઇમે આ રોડ પર મારી સાઇકલ લઈને છોકરી પાછળ મોબાઈલ નંબરની ચિઠ્ઠી નાંખવા જતો હતોવર્ષનાં અંતે ચોપડીઓ પસ્તીમાં આપીને જે પૈસા આવે તેનાં ગિરનાર-ગેલેક્સી સિનેમામાં પિક્ચરો જોતોગાળો બોલતોઆજે થોડાં પૈસા કમાયો કે નાનપણની કર્મભૂમિ પર બળાપો કાઢે છે?’

એમ વાત નથી ધૈર્યશાંત થઈ જા પ્લિઝહું જસ્ટ જેમ દરેક રાજકોટિયન પોતાનાં નાનાં-મોટાં અભિપ્રાયો અને મંતવ્યો ગમે ત્યાં અને ગમે તેને આપી શકે તેમ મારો આજના રાજકોટ વિશેનો મત રજૂ કરી રહ્યો છું.

આ શહેર પોતાનું છે એટલે પ્યાર સાથે નફરત કરવાનો અધિકાર જેટલો તને છે એટલો જ મને છેઆ તારું એકલાનું રાજકોટ નથીમને હજુ યાદ છે હું નાનો હતો અને પપ્પા રોજ વહેલી સવારે સાઇકલ પાછળ બેસાડી સ્કૂલે મૂકવા આવતા હતા અને બપોરે તેડવા આવતા હતાઆપણે સ્કૂલમાં કેવી ધમાલ મચાવતા હતાસાથી વિદ્યાર્થીઓનો નાસ્તો ખાઈ જતાબહેનપણીઓ પાસે નોટબૂક્સ લખાવતાસ્કૂલેથી વહેલા છૂટીને ભાગતાબપોરે ઘરે મમ્મી ગરમાગરમ જમવાના પર રાહ જોતીપછી લેસન પતાવતા અને સાંજ પડતી.’

ધૈર્યે કહ્યું,હા વિવેક, રોજ સાંજે ઘરના કંપાઉન્ડમાં ભાઈબંધો જોડે ક્રિકેટ રમવાનુંસિઝન અને ફેશન મુજબના રમકડા સાથે ખેલવાનુંબાજુના મકાનની ઊંચી અગાસી પર પતંગ ચગાવવાનીઆપણો કજિયો અને આપણો દેકારો અને આપણાં ધમપછાડા-ધીંગામસ્તીટીખળખોર દોસ્તાર, મગજ પાસે એક રિવાઇન્ડનું બટન હોવું જોઈએશું કહે છે?’

વિવેકની વાતમાં ધૈર્યએ સહમતિનો સૂર પૂરાવ્યો.

બોર્ડની પરીક્ષાનું વર્ષ હતુંપંદર વર્ષની ઉંમર હતી મારી અને પપ્પાની પચાસ વર્ષ જ્યારે તેઓ છોડીને જતા રહ્યાં હતાં.’ વિવેકનાં સ્વરમાં વિષાદ આવી ગયો. ‘હાર્ટએટેક હતોડૉક્ટરે કહ્યું હતું કે હોસ્પિટલ લઈ આવવામાં મોડું કર્યું નહીં તો...’

છોડને હવે, ઘણાં વર્ષે મળ્યાને તું આવી વાતો લઈ બેસી ગયોમાનવનું માયાળુ મન હોય કે પછી માટીની બનેલી જમીન હોય તેમાં ધરબાઈ ગયેલાં, દટાઈ ને દફ્ન પડેલા ભૂતકાળને ઉલેચીએ એટલે વર્તમાન વરાળ બંને અને ભવિષ્ય ભસ્મિભૂત બનવાનો ખતરો ઉપજેબોલ તારા ઘરે જઈશું કે હવે મારે ઘરેબહુ રખડી લીધુંક્યાંક ગાડી ઊભી રાખો શેઠ. નાસ્તો, ચા-પાણી કરીએસાંજે પોગ્રામ કરીનંગ મગાવી લઉં છુંજે ફાવે એઆજે કેટલા સમય પછી જોડે પીવા મળશે.’ ચાલતી ગાડીનો દરવાજો ખોલી ધૈર્યએ પિચકારી મારી. ‘બાપ બનવાનો છો, ખુશી સેલિબ્રેટ કરી કે નહીં?’ વિવેક જોઈ રહ્યો.

ના ભાઈનથી કરી શક્યો ખુશી વ્યક્ત કેમ કે આ ખુશી સાથ દર્દ જોડાયેલું છે.’

ધૈર્યએ પ્રશ્ન કર્યો. ‘ખુશી સાથે જોડાયેલું દર્દકેવું દર્દશું બોલે છેપીધા પહેલાં ચડી ગઈ કે શું?’

તને નહીં સમજાય.’ વિવેકે વાત બદલાવી.

કાલાવડ રોડ પર રાણી ટાવરના રસ્તે ચકાચક શોપિંગ મોલ્સ અને ડોમિનોઝ, મેકડોનાલ્ડસ જેવી ચટાકેદાર આંતરરાસ્ટ્રીય રેસ્ટોરાં પાસેથી કાર સ્પીડમાં પસાર થઈન્યારી ડેમ સુધી જઈ પરત ફરી ગાડી વિવેક અને ધૈર્યની નવાજૂની વાતો વચ્ચે શહેરની મધ્યે કેનાલ રોડ, ધર્મેન્દ્ર રોડ, ભૂપેન્દ્ર રોડની રોનક ચીરતી સોની બજાર સુધી જઈ આવીકંસારા બજાર, મોચી બજારની તંગ-સાંકળી ગલીમાં ધૂમી કેસરી નરમ મોડી સાંજ ધોળી-પીળી ઝગમગતી લાઈટોવાળી રાતમાં પલટી ચૂકી.

વિવેક ધૈર્યને પોતાનાં એક રૂમ-રસોડાવાળા નાનકડા ઘરે લઈ આવ્યોચાવીથી દરવાજો ખોલ્યોટ્યૂબલાઈટ કરીઘરમાં બધી વસ્તુ જ્યાં બાળપણથી રહેતી ત્યાં પોતાની નિયત જગ્યાએ જ પડી હતીતે બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ ગયોલાકડાનું નાનું ટેબલ ગોઠવ્યુંરસોડામાંથી બે પ્લાસ્ટિકના ગ્લાસ એક ડિશ લાવી મૂકીકાળી કાપડની થેલીમાંથી શરાબની બોટલ કાઢતા ધૈર્યે કહ્યું,હજુ આ ઘર એવું જ છે જેવું વર્ષો પહેલાં હતું.’

હા, મમ્મીએ બધું હજુ એ જ જગ્યા એ ગોઠવીને મૂક્યું છેવર્ષો થયા પપ્પાની યાદ સાથે એકલાં આ ઘરમાં રહે છેતેમને હવે આ ઘર વહેંચી અમારી જોડે રહેવા બોલાવી લેવા છે.’ વિવેકે રેડિયો ચાલુ કર્યોફરમાઈશ કાર્યક્રમ આવતો હતોતેને યાદ આવી ગયું કે પિતાજી અચૂક આ પ્રોગ્રામ સાંભળતા હતા.

ગ્લાસમાં શરાબ રેડાયોસોડા ઉમેરાઈ તેની સતહ પર ફીણાં થયાંપ્લેટમાં પેકેટ તોડી વેફર, ચણા-દાળિયા, ચીઝના ટુકડા મૂકાયાંબંને એ ચિયર્સ કરીને એક-એક ઘૂંટ શરાબ પીધોટેબલ પર ગ્લાસ મૂકીને બંનેએ હથેળી ઘસીસ્ટ્રોંગ પેગ બન્યો છેસામાન્ય વાતચીત, હળવા તર્ક-વિતર્ક, રેડિયોની ધીમી સંગીતની ધૂન વચ્ચે વિવેકનાં સ્વરે ગંભીરતા પકડી. ‘દોસ્ત, હું તને ખુશ દેખાઉં છુંતને એમ થાય છે ક્યારેક કે મને પણ વિવેક જેવી જિંદગી જીવવા મળે.’

ના ભાઈ ના.’ ધૈર્યને લાગ્યું કે ક્યારેક પીવાનાં કારણે વિવેકને બે પેગમાં નશો પૂરો ચડી ગયો.

કોઈ ખાસ દયા-ભાવના કે આદત મનુષ્યને કોરી ખાતી હોય છેઅંદરથી ખોખલો કરી નાંખતી હોય છે ત્યારે માણસ નાટક કરી ચહેરા પરના ભાવો અને મનનાં તરંગો છુપાવવાનાં પ્રયત્નો કરતો ફરે છેહું પણ બેધારી જિંદગી જીવી જીવીને થાકી ગયો છું’ વિવેક ભાવુક બની ગયોતેની આંખોની કોરમાં ભીનાશ પથરાઈ ગઈતેણે સિગારેટ સળગાવીધૈર્યને પણ સિગારેટ આપી અને લાઇટરથી જલાવી આપી.

ટુ સાઇડ લાઇફવિવેક, જીવનમાં નરી વાસ્તવિક્તા પ્રદર્શિત કરી જીવીએ નહીં તો લોકોને દંભ લાગેજો નિખાલસપણું દાખવીએ તો અણગમાનો શિકાર બની જાયએટલે માણસે ક્યારેક બેધારી તો શું અનેકધારી જિંદગી જીવવી પડે.’

ઇટ્સ ઓકેતને નહીં સમજાય મારી પરિસ્થિતિ.’

ના, બોસ એવું નથીતું તો મારો ભાઈ છે. સમજાવ તો સમજી શકું કંઈક કે આખરે વાંધો શું છેતારી ખુશી હોય કે ગમ એ બધું મારું. દિલ ખોલીને બોલ ભઈલા, પ્રોબ્લેમ શું છેપૈસાની મારામારી છેભાભી સાથે કાંઈ ડખો છેકે પછી કોઈ લફરામાં ફસાયો છે?’

લફરું નહીં લવ’ વિવેકનાં જવાબે ધૈર્યએ વિવેકની આંખોમાં આંખ મિલાવી પાછો સવાલ કર્યો. ‘કોની જોડે?’ વિવેક શરાબનો અડધો ગ્લાસ ગટગટાવી ગયો, ‘સોનાલીસોનાલી પટેલમાય ઓલ ટાઇમ લવર.’

ટેબલ પર જોરથી શરાબનો ખાલી ગ્લાસ પટક્યો.

વ્હોટશું બકવાસ કરે છે?’ ધૈર્યનો નશો બધો ચકનાચૂર થઈ ગયોતે ઉધરસ ખાતો-ખાતો ખુરશી પરથી નીચે જમીન પર ગબડી પડ્યો.


Rate this content
Log in