Bhavya Raval

Others

2  

Bhavya Raval

Others

અન્યમનસ્કતા (પ્રકરણ ૧૫)

અન્યમનસ્કતા (પ્રકરણ ૧૫)

8 mins
7.2K


સોનાલી બાદ વિવેકના નિખાલસ કબૂલનામાથી સોનાલી પર જાણે આભમાંથી વીજળી તૂટી પડી તેમ તેની માનસિક હાલત રફેદફે થઈ ગઈવાદ-વિવાદ, સંવાદ-સંહારે વેદનાનાં એવા ખડક ધર્યા કે સોનાલી નકરી કોરી વાસ્તવિક્તા પચાવી ન શકી.

બુદ્ધિશાળી પુરુષો પ્યાર કરતાં પોલિટીક્સ વધુ રમતા હોય છેએ જેટલી સરપ્રાઈઝ આપી શકે એટલા જ સેડ થવાનાં કારણો પણ કેમ કે સ્માર્ટનેસ સાબિત કરતાં-કરતાં ક્યારેક પુરુષો દુનિયા તો જીતી લે છે પરંતુ પોતાનાંઓથી હારી જતા હોય છેવિવેક પણ કુનેહથી એક સાથે બે સ્ત્રીને પ્યાર આપવાના ચક્કરમાં જાણતાં-અજાણતાં એવી રમત રમી બેઠો છે જેની હાર કે જીત બંનેનો નતીજો ખતરનાક આવવાનો નક્કી હતો.

અકલ્પ્ય બનાવોએ પુણ્ય-ન્યાય, પાપ-અન્યાયની સમજ સ્વયં અને સમાજની મર્યાદામાં પરિઘથી બહાર લાવીને રાખી આપીજે ખૂબ જ કષ્ઠદેહ હતી.

એક વ્યવહારનું વિષચક્ર નિયમિત ફર્યાં કરતું હતુંસીધું અને ઊલટુંવિવેક હતો એ દિવસો, વિવેકના ગયા પછીના આલોક આવ્યાના દિવસો, આલોકના ગયા બાદ ફરી વિવેકના આવ્યાના દિવસો અને હવે ફરી વિવેક-આલોક સાથેના દિવસો અને હવે તે બંને વિનાની જિંદગીચાર વ્યક્તિના, બે-બે પતિ-પત્નીના ત્રણ-ત્રણ સબંધો વચ્ચે અટવાઈ ગયેલી છ જિંદગીઓ.

વિવેક-ખંજન, વિવેક-સોનાલી, સોનાલી-આલોકસ્વીકૃતિ-સંમતિ-અસ્વીકૃતિના કાવાદાવાભર્યા તાણાવાણા એવા ગૂંથાઈ ચૂક્યા કે કોણ કોની સાથે ખુશીની મારામારી, ગમની કાપાકાપી, અવિશ્વાસની ઝપાઝપી કરી ધમાચકડી મચાવતું હતું તે સમજી શકાતું ન હતુંસમય મુજબ આર્થિક, સામાજિક, અને વ્યક્તિગત રીતે બદલાતા સંબંધો વચ્ચે સોનાલી પડી ભાંગી.

સોનાલી, તું ઠીક તો છે ને?’

ભાવનાઓ પર અંકુશ રાખવો સરળ કામ નથીવિવેક મેં વિચાર્યું હતું તું મને આજે અપનાવીશ નહીં તો જીવનમાં પરવશ અને પરાવલંબનનો ભય નહીં રહે, મારાં સંતાનનો સાથ છેઅસલામતી લાચારીનો ડર ન હતો......’ સોનાલી માટે બોલવું તકલીફકારક બની રહ્યું હતુંતેની જીભ તેનાં શબ્દોને સાથ આપી રહી ન હતી. ‘તારી વાતે મને ઘેરી ચોટ આપી છેતું પરણિત છોપિતા બનવાનો છેતારા પ્રામાણિક જૂઠમાં અસંખ્ય અસ્વચ્છતા હતીશું કામવિ...વેક...’

સોનાલીનાં જીવનમાં નિષ્ઠુર સત્યની ત્સુનામીનો ઝેરીલો ઝલઝલા આવી ગયો.

મેં જે કંઈ કર્યું તે તને અપરણિત સમજીને કર્યું, અસત્યવાદીઓના જુઠ્ઠાણાંઓથી હું કફોડી સ્થિતિમાં આવી ગઈ છુંહું ફના થઈ ગઈમારે હવે જીવવું નથીસહનશક્તિનો બાંધ તૂટી ગયો છેપરાકાષ્ઠા ગુમાવી રહી છું...’ સોનાલી તેનાં હાથ માથા પર પટકવા લાગી.

સોનાલી પ્લિઝ.’ વિવેક સોનાલીની નજીક આવ્યોતેનાં હાથ પકડી લીધાં. ‘આપણા સંબંધો ભલે લાંબા ન ટકેપ્રેમ ચિરકાળ રહેવાનોહું દૂર રહી હરદમ પાસ રહેવાનોડગલેને પગલે તારો સાથ આપવાનોઆપણાં બાળકના ઉજ્જળ ભવિષ્ય માટેના તમામ પ્રયત્નો કરીશઆપણી દોસ્તી સદાય અકબંધ રહેવાની.’

વિ...વે...... પ્રેમનાં શાશ્વત હોવા વિશે મને શંકા...’ સોનાલીની વાત કરતાં ઝબાન લડખડાઈ જતી હતીતેને શ્વાસ લેવામાં તકલીફ પડી આંખો ઘેરાવા માંડી હતી.

જે માગીએ અને તરત મળી જાય તેને નસીબ કહેવાયનસીબ પલટાય અને જે માંગીએ એ તુરંત ન મળે તો ખ્યાલ આવે કે આપણી પામવાની વૃત્તિ જિદ્દી હિંસક બની ગઈ છેસુખને પામવાની દોટમાં મેં દુ:ખનાં ઢગલા કરી મૂક્યાહું આંધળી બની ગઈ હતીઆજ મારી આંખો હવે ઊઘડી છે કાયમ માટે બંધ થઈ જવા.’

નહીં સોનાલી, મહેરબાની કરી આવું ન બોલીશ.’

સોનાલીનાં શ્વાસ લેતાં અને ઉચ્છ્વાસ ફેકતાં ફેફસાંમાં અસમતોલન પ્રવેશ્યુંભીતર રહેલું ખાલીપણું તેને ખોખલું બનાવતું જતું હતું.

કેટલીક વાતો ન જાણવામાં જ કેટલો બધો આનંદ રહેલો હોય છેજીવનમાં બંધ બાજી જ રમવી સારી.’

એકલતા અને અન્યમનસ્કતાની ઘૂંટને સોનાલીને અવસાદમય બનાવી નાંખી.

માણસની ઈચ્છાઓ સ્વાર્થ કહેવાય એ આજ સમજાયું.’

સોનાલીનો રક્તચાપ અસામાન્ય થઈ પરસેવો છૂટી રહ્યો હતોગભરામણ સાથે ચક્કર આવતાં હતાં.

ચહેરા પર વેદનાની રેખા ફેલાઈ રહી હતીહદયમાં યુદ્ધ ચાલી રહ્યું હતું.

મારી એક અંતિમ ઈચ્છા અને માંગ છે.’ હાંફી ગયેલાં અવાજે વેદનાપૂર્ણ શબ્દોથી, ‘વિવેક આપણાં બાળકને સાચવજેતેને માતા-પિતા બંનેનો પૂરતો પ્યાર આપજે.’

સોનાલીની ધડકન થંભી તેનું નિશ્ચેતન દેહ વિવેક પર ઘસી આવ્યુંવિવેકે તેને સંભાળી.

સોનાલીના પિતા હસમુખ પટેલ ત્યાં આવી ગયા.

સોનાલી.....’

મુંબઈની પાણી ભરાયેલી સડકો પર થઈ જામતી વરસાદી રાતનાં વિકટ વાતાવરણમાં સોનાલીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી.

ઈમરજન્સીમાં ડૉક્ટર માથુરે સ્ટેથોસ્કોપથી સોનાલીને તપાસીકૃત્રિમ શ્વાસ આપ્યોસ્થિર આંખોમાં પ્રકાશ ફેંકી જોયોપછી પોપચાં ઢાળી સ્ટ્રેચરમાં સૂતેલી સોનાલીને અંદર રૂમમાં લઈ જવા નર્સને કહી વિવેક અને હસમુખ પટેલ સામે જોઈ નિરાશાથી કહ્યું, ‘આઇ અમ સૉરી.’

વજનદાર તીવ્ર શૂન્યતાનું મોજું વહી જાય છેસોનાલી પટેલની જિંદગી મૃત્યુની ચાદરમાં બિડાઈ ગઈ હતી.

હસમુખ પટેલ આ સાંભળતાની સાથે જ જીવતા શબની જેમ જમીન પર પટકાઈને બેસી ગયાશરીરમાં અદમ્ય કંપારી દોડી ગઈવિવેકનાં મગજમાં અશાંતિ છવાઈ ગઈતેણે ડૉક્ટરનો સફેદ કોર્ટ પકડી લીધો. ‘વ્હોટ નોનસેન્સ.’

હું સમજી શકું છું મિસ્ટરઆપ જેવા સમજદાર અને ઈજ્જતદાર વ્યક્તિને આ શોભા કરતું નથીમાનવબુદ્ધિની વાસ્તવિકતાઓ સાથે વ્યવસ્થિત રીતે મેળમિલાપ થઈ જવાની, પોતાને તેનાં મુતાબિક ઢાળી લેવાની શક્તિમાં જ શાણપણ છેઅસત્યની એટલી પણ આદત ન પાળવી કે તમામ સત્ય જૂઠ લાગે.’ વિવેકે ડૉક્ટરનો કોર્ટ છોડી માફી માગીડૉક્ટર માથુરે પૂછ્યું,તમે વિવેક?’

હા, તમે કઈ રીતે મને ઓળખો છો?’ વિવેક બેચેન બની ગયો.

કાલે સોનાલીના પતિ આલોક મારો કોલર પકડતા હતા અને આજ આપમારા માટે આ નવું નથી છતાં હું બધું જણાવુ છુંમને થોડો સમય આપોત્યાં સુધીમાં આપ અને હસમુખ પટેલ સ્વસ્થ થઈ મારી કેબિનમાં આવોઓકે યંગમેન બી બ્રેવબી સ્ટ્રોન્ગ.’

સામાન્ય રીતે અર્ધ રાત્રીએ જ્યારે બધાં સૂઈ જાય છે ત્યારે ઊંઘ ઊડી શોકમય બની ગયેલા હસમુખ પટેલ અને વિવેકને ડૉક્ટરે સમજાવ્યું, ‘મેડિકલ સાયન્સ પાસે દિલી-દિમાગી બીમારીની દવા છેસંબંધિક બીમારીની દવા ન હોયઈશ્વરે નક્કી કરેલાં મૃત્યુના શકંજામાંથી જીવતા બચવું એ અકસ્માત છે અને મૃત્યુ એ ઘટના છેક્યારેક ડેથનાં તાર્કીક કારણ હોતાં નથી છતાં હું સોનાલીની મૃત્યુને સમજવાની થોડી મહેનત કરું છું.’ આ મારાં સાથી ડૉક્ટર મિત્ર છેહ્રદયરોગ નિષ્ણાત છેડૉશાહ.

ડૉક્ટર શાહે વિવેક અને હસમુખ પટેલને કહ્યું, ‘સોનાલીને સડન કાર્ડિયાક એરેસ્ટ મતલબ એસસીએ આવ્યો હતોજેને ગુજરાતીમાં હ્રદયસ્તંભ કહે છેહ્રદય જ્યારે અસરકારક રીતે સંકોચન કરવામાં નિષ્ફળ નીવડે છે ત્યારે રક્ત પરિવહન થવામાં તકલીફ ઊભી થાય છેશ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની ઉણપ બેશુદ્રતા લાવે છેઆ કારણે મગજને સીધી ઈજા થઈ શકે છેક્યારેક હેમરેજ થઈ શકેજેને કારણે તત્ક્ષણ મૃત્યુ નીપજે છેવિજ્ઞાનની ભાષામાં જેને સડન કાર્ડિયાક ડેથ કહે છે.’

ડૉક્ટર માથુર વચ્ચે બોલ્યાં, ‘ઈમરજન્સીમાં વહેલામાં વહેલી તકે દર્દીને યોગ્ય સારવાર આપી બચાવી શકાય છેપરંતુ આ કિસ્સામાં અણધાર્યા હદયસ્તંભને મોડી સારવાર મળવાને કારણે સોનાલીનું મૃત્યુ નીપજયું.’ થોડીવાર અશબ્દ રહીને ડૉક્ટર બોલ્યાં,મેં આલોકને ગઈકાલે જ જણાવ્યું હતુંસોનાલીની માનસિક હાલત જરા પણ સ્થિર નથીતે હજુ ગર્ભવતી બની છેઆ સમયે તેને મન-મગજ પર કોઈ દબાણ ન પડે તેની ખાસ કાળજી રાખવાની છે.’

પરંતુ ડૉક્ટર સાહેબ સોનાલી નાનપણથી સ્વસ્થ છેઅમારા ઘરમાં કોઈને પણ બ્લડપ્રેશર કે ડાયાબીટિસની બીમારી નથીતો પછી સોનાલીને આમ હાર્ટ એટેક..’ દબાયેલા અવાજે હસમુખ પટેલ વાત કરતા રડી પડ્યા.

હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને જુદાં છેકાર્ડિયાકમાં કોઈ અગમચેતી હોતી નથીગમે ત્યારે ઓચિંતા એકાએક ધબકારા ઓછાં થઈ જાય અને ધબકારા બંધ પણ થઈ જાયજ્યારે હાર્ટ એટેકમાં હદયમાં રક્ત પહોંચાડતી શિરા કે ધમનીનું ઉધાડબંધ બરાબર ના થાય તેમાં ખલેલ પહોંચે અથવા બીજા કારણોસર લોહીનું હ્રદય સુધી ન પહોંચી આવતો હુમલો હાર્ટ એટેક છેહાર્ટ એટેક તો પુરુષોને આવવાની ચીજ છેએ નરમ દિલ અને ગુસ્સાળુ સ્વભાવવાળી વ્યક્તિઓનો રોગ છેભોજન અને કસરતમાં થોડી નિયમિતતા અને રોજ એક ટેબ્લેટ લેવાથી બ્લડપ્રેસર કંટ્રોલમાં રાખી એટેકને આવતા રોકી શકાય છે.’

ડૉક્ટર માથુર ફરી વચ્ચે બોલ્યાં, ‘હાર્ટ એટેક ક્યારેક એક તો ક્યારેક બે તો ક્યારેક ત્રણ મોકા આપે છેસ્ત્રીને હાર્ટ એટેક ઓછાં આવે છે કારણ તન-મન તોડી નાખતા જીવાતા જીવનમાં તેમનું હ્રદય પહેલેથી જ એટલું મજબૂત થઈ જાય છે કે અચરજતા કે અકસ્માતોને તે શક્તિપૂર્વક સહન કરી શકે છે.’

વૈજ્ઞાનિક અભિગમથી દૂર રહી મારા પ્રયોગો અને અનુભવોને આધારે એવું અનુમાન છે કે માણસનાં દિલ, દિમાગ અને આંખોને ગાઢ સંગમ છેએક એવું જોડાણ છે જે તમારાં સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વાસ્થ પર અસરકર્તા છેમાણસ જે જુએ છે તે અંગે વિચારે છેજે વિચારે છે અને નથી જોયું તે તે જોવા માગે છેગમતી ક્રિયા વારંવાર કરવા ઈચ્છે છે અને નથી કર્યું તે કરવાનાં પ્રયાસો કરતો રહે છે.’

જે રીતે એક ખોટાં નિર્ણયની સારી-ખરાબ ઉપજ તેનાં સાથે જોડાયેલા તમામ પરિબળોને લાગે-વળગે છે તે રીતે મગજ, મન, અને આંખમાંથી એક પણ અંગનું વિચલન બાકીના બંને મહત્ત્વપૂર્ણ અંગો હદય અને મગજની સાથે શારીરિક-માનસિક આત્મશક્તિને લાગુ પડી ખતમ કરી મૂકે છેએ અણધાર્યો આનંદ કે એ વણમાગ્યો દર્દનો અતિરેક દિલ કે દિમાગ સહન કરી શકતું નથી અને અચાનક જ કાર્ય કરવાંનું બંધ કરી દે છેસોનાલીનાં કેસમાં આવું જ બન્યું.’ આટલું કહી પોતાનાં સાથી મિત્રને લઈને ડૉમાથુર ચાલ્યા ગયા.

વિવેક પાસે કશું કહેવા શબ્દો ન હતાંહસમુખ પટેલ રડતા રહ્યા.

સોનાલીનાં શરીરનું ચેકઅપ થયુંડેથ-સર્ટીની કામગીરી પૂરી થઈ અને કહેવાઈ ગયું,શબને લઈ જઈ શકો છો.’

સોનાલીનાં મૃત્યુની આલોકને જાણ કરવામાં આવી.

કોણ સોનાલી પટેલહું કોઈ સોનાલી પટેલને ઓળખતો નથી.’ આલોકે સોનાલીને અને સોનાલીએ આલોકને છૂટાં પડતાં સમયે જ મૃત સમજી લીધા હતાંઆલોકનાં સોનાલીને અજાણ્યા-કહેવામાં અચરજ નહોતું.

વિવેક અને તેના સંતાનની હાજરીમાં સવારના ચડતા તડકામાં સોનાલીનાં પાર્થિવ દેવને અગ્નિદાહ દેવાની વિધિ થઈ.

ભડભડ જલતી ચિતા પર ગાઢ લીલા વનમાં ઊગેલા લાલ ફૂલ જેવી સોનાલી વિવેક પર સંતાનની જવાબદારીનો ભાર મૂકીને અનંત યાત્રાએ ચાલી ગઈ.

ગીતામાં મૃત્યુ વિશે કહ્યું છે:‘જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ.’ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.

નિસ્તેજ-નિચેતન શરીરનું પંચમહાભૂતમાં વિલીન થઈ અસ્ત થવું એટલે જીવનનું આથમવુંજેમ નવેસરથી ઊગવા પહેલાં આથમવું જરૂરી છે તેમ નવજન્મ પામતાં પહેલાં મૃત્યુ અનિવાર્ય છેમોત દરેક સજીવને નિર્જીવ બનાવીને છોડે છે.

આ જગતમાં કોઈ યજમાન નથીબધાં મહેમાન છેજન્મ લઈ એકબીજાને મળવા આવે છેમરવા કોણ જીવે છેકંઈક કરવાં જીવવુંકંઈક બનીને મરવું.

મોત એટલે દેહત્યાગ બાદ આત્માને નવજન્મ આપવોવર્તમાન કર્મમાંથી છૂટી જૂના શરીર, સંબંધો, સ્થળનો ત્યાગ કરી એક જુદા નવા પરિવેશમાં અવતરવું.

વરસાદનાં પાણીથી પલળી ગયેલા મોટા ભેજદાર લાકડા પર સળગતા શરીરની, ઝળઝળતી ચિતાની લૌ સમક્ષ પોતાનાં સંતાનને છાતીએ લગાવીને વિવેક અશ્રુ વહાવવા ઈચ્છતો હતોબાળકનાં જન્મ સાથે માતાનું મૃત્યુ થવું એ ઈશ્વરનાં ન્યાયના દરબારમાં કેટલું વાજબી હશે?

માણસને તેનાં જન્મદિવસની તારીખ ખબર હોય છે એટલે એ જન્મદિન ઉજવતો આવે છેમરણદિનની તિથિ ખબર પડી જાય તોબર્થડેઈટની જેમ ડેથની ડેઈટ માલૂમ પડી જવી જોઈએ એટલે દુ:ખની પણ મજા લઈ શકાય અને સુખની પણ કદર થઈ શકેશરીરની કાર્યશક્તિનો ખ્યાલ આવેઅને આત્મા?

નૈનં છિન્દંતિ શસ્ત્રાણિ...’ આત્માને શસ્ત્રો મારી શકતા નથી.

બ્રહ્માંડમાં આત્મા નામશેષ છેઆત્મા સ્મૃતિઓની જેમ અમર છેજીવનસફરનો અંત નથીમૃત્યુ એ પડાવ છેમોક્ષ શરીરને મળે છેઆત્માએ તો કાળક્રમે નિત્ય પેદા અને વિલીન થતું જ રહેવું પડે છે.

કર્મની જંજાળથી છૂટીને જીવતાં આવડવું મનુષ્ય માટે સદીઓથી આકરું બનતું આવ્યું છેમોહ-માયાનાં બંધન સાથે જાન સ્વતંત્ર થઈ જવી જોઈએવિવેકે સોનાલીનાં આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીચિતા ઠરી ગઈસફેદ ધુમાડો આકાશમાં અદૃશ્ય બની ગયોઅસ્થિઓ માટીનાં કળશમાં ભરાઈ તેનાં પર લાલ કપડું બંધાઈ ગયુંસોનાલીનાં એકાએક અકાળ મૃત્યુથી વિવેકને પશ્ચાતાપની અગ્નિ ઘેરી વળી.

ખેર, મોત એક જિંદગીનું પૂર્ણવિરામ છે, વાર્તાનું નહીં.

 


Rate this content
Log in