STORYMIRROR

Bhavya Raval

Others

2  

Bhavya Raval

Others

અન્યમનસ્કતા પ્રકરણ (૧૩)

અન્યમનસ્કતા પ્રકરણ (૧૩)

8 mins
14.6K


સોનાલીને હોસ્પિટલમાંથી પછીના દિવસે સાંજે રજા આપી દેવામાં આવીઆલોકનાં અવળચંડા વર્તને સાબિત કરી આપ્યું હતું કે તે સોનાલીના મા બનવાથી ખુશ ન હતોઘરના ડ્રોઈંગરૂમમાં જ્યાં બાળક આવવાની ઉજવણી થવી જોઈએ ત્યાં શોકમય સન્નાટો વ્યાપેલો હતોએક તરફ સોફા પર તેના પિતા ભાઈલાલભાઈ, માતા જ્યોતિબહેન અને સસરા હસમુખ પટેલ હતાંઆલોક વચ્ચેની ચેરમા બેઠો હતો અને બીજી તરફ સોનાલી તેની સામેની બાજુએ મુજરિમની જેમ નજર ઢાળીને બેઠી હતી જાણે હમણાં જ તેનાં પર કોઈ મુકદમો શરૂ થઈ તેને એકતરફી સજા આપવામાં આવશે અને બન્યું પણ તેવું જ.

પપ્પાજી હવે મારા અને સોનાલીનાં સંબંધ વધુ ટકી શકે તેમ નથીહું સોનાલીને લગ્નનાં બંધનમાંથી મુક્ત કરું છું.’ આલોકે એક જ ઝટકામાં એક પક્ષીય ફરમાન સંભળાવતો હોય તેમ પોતાની વાત કહી આપી.

હસમુખ પટેલે નવાઈથી સોનાલીને પૂછ્યું, ‘દીકરી આ આલોકકુમાર શું કહી રહ્યાં છે?’

એક પ્રશ્ન સાસુ જ્યોતિબહેન તરફથી પૂછાયો. ‘આમ અચાનક એકાએક તમારા બંને વચ્ચે એવું તો શું થયું?’

સોનાલી ચૂપ રહીતેની નિ:શબ્દતા તેનાં ગુનેગાર હોવાની જાણે સાબિતી આપતી હતી.

સોનાલી શું બોલશેહું જ કહી આપુંઆ તમારી લાડકી વહુ દીકરીએ મારા ગયા બાદ પાછળથી તમારા લોકોની જાણ બહાર અબોર્શન કરાવી નાખ્યુંસોનાલીએ મારા ખાનદાનના વંશની ગર્ભહત્યા કરવાનું પાપ કર્યું છે.’ આલોકનો અવાજ ફાટ્યોતે રીતસર ચિલ્લાયો.

શુંઆ શું વાત કરે છે આલોક?’ આલોકનાં પિતા વહુ સોનાલી પરના આ આક્ષેપથી થોડાં વિચલિત થઈ ઊઠયા.

અત્યાર સુધી ચૂપ સોનાલી મોઢું સંતાડીને રડવા લાગી.

જ્યોતિબહેને ઉત્સુકતાથી પૂછ્યું, ‘તો પછી આ બાળક કોનું છે?’

મારા ગૂમ થયા બાદ સોનાલી મારી શોધખોળ કરવા યુ.એસ.આવી હતીત્યારબાદ હું મૃત છું એવું સમજીને અમેરિકાથી પરત આવીતે સીધી તમારી પાસે આવી ન હતીએ મોકાનો ફાયદો ઊઠાવીને તેનાં કોઈ વિવેક નામનાં જૂના આશિક જોડે દિવમાં રંગરલિયા મનાવતી હતીઆ જન્મેલું નીચ બાળક તેનો જ નતીજો છેઆ ગંદુ ખૂન મારા ઘરમાં નહી રહી શકે.’ સોનાલી તરફ આંગળી ચીંધીને આલોક હસમુખ પટેલ તરફ જોઈ બોલ્યો, ‘મહેરબાની કરીને તમે સોનાલી અને તેનાં સંતાનને અહીંથી લઈ ચાલ્યાં જાવગેટ આઉટ.’

ભાઈલાલભાઈએ દીકરા આલોકને ઠંડો પાડ્યો. ‘બેટા, કુદરતનો નિયમ છે સ્ત્રી-પુરુષનાં શારીરિક સમાગમનું પરિણામ હોય છેબાળક. જે થઈ ગયું તે થઈ ગયુંઅત્યારે એકવાર સોનાલીને બોલવાની તક પણ આપતેની હાલતનું વિચારઊતાવળે આવેશમાં અને રોષમાં આવી ક્યાંક તું ખુદને જ અન્યાય ન કરી બેસે તેનું ધ્યાન રાખજે.’

ભાઈલાલભાઈની વાતમાં હસમુખ પટેલે સૂર પૂરાવ્યો. ‘ખરી વાત છે વેવાઈ. આલોકને એક પતિ તરીકે, એક પુરુષ તરીકે સોનાલી અને તેનાં સંતાનને ધિકકારીને મારી નાંખવાની કે તરછોડી દેવાની ઈચ્છા થતી હશે, તે સ્વાભાવિક છેપરંતુ માત્ર એક સવાલ ખુદની જાતને પૂછજે તું જે સ્થિતિમાં ગુમ થયોસોનાલીથી અલગ પડી ગયો ત્યાર પછી તેની જગ્યા એ તું હોત તો તે શું કર્યું હોત?’

હું ક્યારેય મારા સંતાનનો ગર્ભપાત ન કરતસોનાલીનાં આ પગલાંને કારણે હવે તે ભવિષ્યમાં મા બનવાની ક્ષમતા પણ ગુમાવી બેઠી છેઈશ્વરનાં ઘર દેર છે અંધેર નહીં.’ આલોકનો અવાજ કડવો થઈ ગયોગુસ્સામાં તે વધુ ન બોલ્યો.

આલોકને વિચારતો કરી સોનાલી પાસેથી ત્યાં ઉપસ્થિત સૌએ સચ્ચાઈભરી સફાઈની અપેક્ષા રાખી.

સોનાલીનું અકળાવનારું મૌન તૂટ્યું.

આલોકનાં વિરહે મને કમજોર અને મજબૂર બનાવી છોડી હતીમારે કોઈના સાથની જરૂર હતીજે માણસની દુનિયા અલગ હોય તેમણે એકલું જીવવું જોઈએએ એકલાંએકલાં જીવી શકે છેરહી શકે છેમારી દુનિયા અલગ ન હતી, હું એકલી ન જીવી શકી કેમ કે હું સામાન્ય છુંઆઇ એમ નોટ સમબડી, આઇ એમ નોબડીહું સ્વીકારું છું મારી ભૂલ છેમને મારા ભૂલની સજા કબૂલ છે.’

રડતી સોનાલીએ નિ:શ્વાસ નાંખ્યો.

નાદાનીનાં પરિણામ સ્વરૂપે નાદારી નોંધાવવાનો વારો આવે છે.’ હસમુખ પટેલે આલોકનાં માતા પિતાને આગળ કહ્યું, ‘આપણે બંનેને એકલા વાત કરવા દેવા જોઈએઆખરે આ એકથી વધુ જિંદગીઓનો સવાલ છે.’

હા, વેવાઈ હવે તેઓ નાના નથી રહ્યાંઆગળનાં જીવનની દશા અને દિશા નક્કી કરતો તેમનો આખરી નિર્ણય આપણે અપનાવી લેવાનો છે.’

ભાઈલાલભાઈ, જ્યોતિબહેન અને હસમુખ પટેલ બીજા રૂમમાં ચાલ્યાં ગયાં.

પાનખરમાં વૃક્ષમાંથી પાંદડા ખરે તેમ સોનાલીનાં આંસુ વહેતા હતાંદિવાનખંડમાં હવે માત્ર આલોક હતો અને સોનાલી હતાં.

મારી સામે જો સોનાલી...’ આલોકે સોનાલીનાં બંને બાવડા પકડી હચમચાવી મૂકીસોનાલી આલોકની નજરથી નજર ન મેળવી શકીતે રડતી રહીતેની આંખો આલોકના ચહેરા પરથી ખસી ગઈ.

માણસનું સત્ય એની આંખોમાં હોય છેઆંખ એ શરીરનો સૌથી ક્રૂર નગ્ન હિસ્સો છેએને ઢાંકી દેશે તો તને પોતાનું સત્ય દેખાતું બંધ થઈ જશે અને બીજાને એ જોવા દેશે તો એને તારું સત્ય સમજાઈ જશેમારે તારું સત્ય જોવું છે સોનાલી આંખોમાં આંખ નાખી વાત કરજ્યારે દિવમાં વિધવાબાઈ હનીમૂન કરતી હતી કોઈ ગૈરમર્દ સાથે ત્યારે શરમ નામનો ભાવ આંખોમાં ન હતોસિંદૂરની સીમા અને મંગળસૂત્રનાં મૂલ્યને કલંકિત કરી ત્યારે આંખોમાં શર્મ ન હતીહવે જ્યારે પાપનો ભાંડો ફૂટ્યો ત્યારે પવિત્ર દેવી હોવાનું નાટક કરે છે?’

આલોકનાં શબ્દોનો સણસણતો કટાક્ષભાવ સોનાલીનાં દિલમાં ચૂભ્યોતેણે આલોકની આંખમાં જોયું જેમાંથી નર્યો વિદ્રોહ નીતરતો હતો.

આલોકનાં સ્વરમાં કટાક્ષભાવ આવી ગયો. ‘અમેરિકા હું જીવું છું કે નહીં તેની તપાસ કરવા, તું ખાતરી કરવા જ આવી હતીકે પ્લેનક્રેશ પછી પણ હું જીવતો રહી ગયો હોય તો તારા મજનુ જોડે મળી મને મારી નાખવાનું ષડયંત્ર હતું તારું?’

આલોક, તમે આ શું બોલી રહ્યાં છો?’

હું એ જ બોલી રહ્યો છું જે તે કર્યું છે, કરવા ઇચ્છતી હતી.’

આલોકની નજર સમક્ષ યથાર્થ જીવનને જીવાતું જોવું જેટલું શ્રમદાયક બની ગયું હતું તેટલું સોનાલી માટે આલોકની તરહ તરહની શંકા-કુશંકા અને સવાલોનાં ઘેરામાંથી છૂટવું કષ્ટદાયક હતું.

આલોક મારા અને વિવેકના સંબંધ એ તમારા આવ્યા પહેલાના હતાં જેમાં પવિત્રતા હતીતમારા આવ્યા બાદ એ સંબંધ પર પૂર્ણવિરામ લાગી ચૂક્યું હતુંશું મેં આપણાં પતિ-પત્નીના સંબંધને નિભાવવામાં કોઈ કસર કે બાંધછોડ કરી હતીહું ક્યારેય તમને ખુશી ન આપી શકી કે પછી મારી જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહી હતીતમારી હયાતીમાં કોઈ પુરુષ સાથે સામે જોઈ હસીમજાકમાં બોલી છુંસગો ભાઈ ન હોવા છતાં ધર્મનાં ભાઈના કોઈ છોકરા જોડે વ્યવહાર રાખ્યા હતા?’

તો પછી મારા ગયા બાદ કેમ અનર્થ થયોમારી પીઠ પાછળ તે આ યોગ્ય ન કર્યું.’

સંજોગની પકડમાં સપડાઈને સભાન રીતે માણસ કેન્દ્રિય બની જાય છેમાનસિક સ્વતંત્રતા અને ફફડાટ બંધ થઈ ધીમે-ધીમે પરવશતા સ્વીકાર્ય થવા લાગે છે ત્યારે દુ:ખી થવાની એકવિધ પ્રક્રિયામાં જીવન જીવવું કઠિન બની જાય છેહું જે સ્થિતિમાં હતી એ દશામાં મારે કોઈ પોતાનાનાં સહારા, અંગતનાં સ્નેહની જરૂરત હતીઅમારી દોસ્તીને તમારા ગયા પછી ફરી વર્ષો બાદ વેગ મળી પ્રેમ થયો.’

એ મહોબ્બત નહીં મજા કહેવાયમાંસનો એક ટુકડો બીજા ટુકડા તરફ આકર્ષાય તો તે સેક્સ છે સોનાલી, વાસના છેશરીરનું ઘસાવું અને વહાલનું ઉત્પન્ન થવું પ્રેમ નથીએ સ્વાર્થ હતોએ સમર્પણ નહીંસંબંધદ્રોહ હતોએને પ્યાર નહીં પાપ કહેવાય, પાપ.’ આલોકનાં અવાજે ગંભીર કઠોરતા પકડી.

સોનાલીએ આલોકનાં કોલર પકડી લીધાં. ‘એક એકલી પતિ વિનાની બેબસ ઔરત પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા પરપુરુષ કે ગૈર રિશ્તાઓનો સહારો લેવાથી પાપી ગણાય છે તો હા સમાજની દૃષ્ટિમાં હું પાપી છુંહું ગુનેગાર છુંઆલોક સજા આપો મને.’ સોનાલીનો અવાજ આર્દ્ર થઈ ગયો.

તું આત્માભિમાની ઔરત બની ગઈ છે.’ આલોકે સોનાલીથી પીઠ ફેરવી લીધી. ‘હું આ બાળક અપનાવી નહીં શકુંપતિ અને તારા પુત્રમાંથી સોનાલી તારે એકની પસંદગી કરવાની છે.’

હું આ બાળક ત્યજી નહીં શકુંઆલોક હું તમારી પત્ની બની રહેવા કરતાં બાળકની મા બની જીવવાનું પસંદ કરીશ.’

તો હું તને છોડું છુંમારી જિંદગીમાં હવે તારું કોઈ સ્થાન નથી.’

આ તમારો આખરી નિર્ણય છે?’

હા, સોનાલીશરીરનું બેલેન્સ રહેતું નથી ત્યારે બેંકમાં રહેલું બેલેન્સ ખૂબ કામ લાગે છેબોલ કેટલા રૂપિયા જોઈએ છે મને છૂટો કરવાનાડિવોર્સ આપવાનામારા પૈસા પર તારા લવર જોડે મોજમસ્તી કરવાના?’

આલોક તમે કેવી વાત કરી રહ્યાં છો?’ સોનાલીએ આલોકનાં ખભા પર પાછળથી હાથ મૂક્યો.

લાગણીનાં મલમથી વેદનાના ઘાને સાજા કરી શકાતા નથીહવે આ બધાં નખરાની મારા પર કોઈ અસર થવાની નથીચાલી જા અહીંથીગેટ લોસ્ટ યૂ બીચ.’ આલોકે રાડ પાડી.

વાતાવરણમાં ગરમાગરમી થઈ ચૂકી હતી. આલોક અને સોનાલીના વધતા ઝઘડામાં અંદરનાં રૂમમાંથી બધા બહાર દોડી આવ્યાં.

પપ્પા, મમ્મી અને સોનાલીના પપ્પા હસમુખ પટેલહવે પપ્પાજી નહીં કહું તમે એ હક આજથી ગુમાવી બેઠાં છોકેમ કે, આપ પણ સોનાલી જેટલા જ ગુનેગાર છોમારા ગયા બાદ તે તમારી જવાબદારી હતીએ તમારે ત્યાં રહેતી હતીશું કરે છે, કોને મળે છે, કેમ રહે છે તે જોવાનું તમારી ફરજમાં આવતું હતુંપણ ના, કંપની સારી રીતે ચલાવવામાં તમે ઘર ચલાવવાનો સમય ન ફાળવી શક્યા, આજની કાબૂ બહારની પરિસ્થિતિ તમારા લાડ-પ્યારનો અંજામ છે.

દીકરા આલોક સાંભળ...’

કડવાશથી આલોક કહ્યું, ‘સાંભળવાનું મારે નથીમારે તો હવે ફક્ત સંભાળવાનું છે તમારા જેવા વિશ્વાસઘાતીઓથી.’

આલોક બસ.’ પિતા ભાઈલાલભાઈએ આલોકને બોલતા રોક્યો, ‘તું તારા સંસ્કાર ન ભૂલીશઅમે તને મોટાંઓનો આદર કરતાં શીખવ્યું છે, અપમાન નહીંઆક્રોશમાં તારા આદર્શ સાથ બાંધછોડ ન કર બેટા.’

પપ્પા મેં અને સોનાલીએ નિર્ણય લઈ લીધો છેઅમે એકબીજાને ડિવોર્સ આપીએ છીએતે તેનું બાળક છોડવા તૈયાર નથી અને હું સોનાલીને તેનાં સંતાન સાથે અપનાવવા તૈયાર નથી.’

આલોકે બે હાથ જોડ્યા, ‘માફ કરજો હસમુખ પટેલહું જલ્દીથી આપને છૂટાછેડાનાં કાગળ અને ભરણપોષણની રકમ મોકલી આપીશતમે તમારી દીકરી અને તેનાં દીકરાને લઈને અહીંથી જઈ શકો છો.’

આલોકની મમ્મીથી પુછાઈ ગયું, ‘શું આ તમારા બંનેનો આખરી ફેંસલો છે?’

આલોક ગુસ્સામાં હા કહી પગ પછાડતો ત્યાથી ચાલતો બન્યો.

સોનાલીએ પણ બાળકને આલોકની મમ્મી પાસેથી લઈ લીધુંબાળકને ઊંચકીને ખભે નાંખતા કહ્યું, ‘ચાલો પપ્પાઆલોક કરતા મારા સંતાનને મારી વધુ જરૂર છેમેં આજે ફરી એકવાર આલોકને મૃત સમજી લીધાઆમ પણ આજે એક વર્ષ બાદ પાછા ફરેલા આ શખ્સ એ આલોક નથી જે આલોક સાથે હું પરણીને આ ઘરમાં આવી હતીજેમનું સંતાન મારા ગર્ભમાં હતું અને જે જીવને અનાથની જિંદગી ન મળે તે માટે મેં અબોર્શન કર્યુંખેર, આલોકનો આત્મા મોતની માર સહન કરી મીણ મટી મશીન જેવો જડ બની ગયો છે.’

સોનાલીએ તેનાં સંતાન અને પિતા હસમુખ પટેલ સાથે આલોકનાં ઘરમાંથી ક્ષણભર રોકાયા વિના વિદાય લીધી.

એક સાથે ઘણાં અવાજો સોનાલીનાં કાનમાં ગૂંજવા લાગ્યા.

લાઇફની આ કેવી ટ્રેજેડી છેજીવનનો આ સંઘર્ષ શેના માટેશું આ સંબંધનો અપરાધબોધ હશેસોનાલીને થયું, સંબંધની દુનિયાનો સૌથી મોટો અને વ્યાપક શબ્દ નસીબ છેહજુ આજ સુધી એ સાબિત નથી થયું કે આખરે આ નસીબનું સ્થાન માણસના જીવનમાં ક્યાં છેશું માણસનું નસીબ તેની હાથ અને કપાળની રેખાઓમાં છેરેખાઓ તો પગની પાનીમાં પણ હોય છે, પ્રાણીઓમાં બંદરનાં હાથોમાં પણ રેખા હોય છેબીજી તરફ જે વ્યક્તિનાં હાથ નથી હોતા તેનું પણ નસીબ હોય છે.

જ્યારે આલોક સાથ વિવાહ થયા હતાં ત્યારે જ્યોતિષ કહ્યું હતું બંનેની કુંડળી જે પ્રકારે મળે છે જાણે એકબીજા માટે જ ઘડાયા હોયપાછલાં જન્મનાં પુણ્યશાળી પાત્રોનાં બત્રીસ લક્ષણા મેળ છેલગ્નની તારીખનું મુહૂર્ત પણ એ એકાદશીનું કાઢ્યું છે જે સો વર્ષે એક જ વાર આવે છેઆવી જોડીઓનાં તો આપણે માત્ર લગ્ન-સંસ્કાર વિધિ કરવાની હોય બાકી તેઓ તો અતૂટ દાંપત્ય ધરાવતા આવતા હોય છે.

અને આજેસોનાલીનાં આંસુ રોકાયા રોકાતાં ન હતાં.

નસીબના ખેલ કેવા નખરાખોર છે, નાસમજી શકાય તેવા છેહજુ ગઈકાલે આલોક જીવંત બનીને ઘર-પરિવારમાં સોનાલી અને પોતાના સંતાનને પામવા ફરી આવ્યો અને આજે સોનાલી-આલોકનાં અર્ધવિરામ મૂકાયેલા લગ્નજીવન પર છૂટાછેડા સાથે પૂર્ણવિરામ મૂકાઈ સંબંધનો કરૂણ અંત આવી ગયો.


Rate this content
Log in