STORYMIRROR

'Sagar' Ramolia

Children Stories Drama

3  

'Sagar' Ramolia

Children Stories Drama

અંતર મંતર વિજ્ઞાન જંતર - 2

અંતર મંતર વિજ્ઞાન જંતર - 2

1 min
401

દૃશ્ય-૩

(આઠેક બાળકો એક મેદાનમાં ભેગા થયા છે. તેઓ પેલા મંદિર પાસેથી આવતા અવાજ બાબત ચર્ચા કરે છે.)

બકુલ :અરે, હેં કાના! શું વિચારમાં પડી ગયો ?

કાનો : વિચાર તો કાંઈ નહિ ! આપણા ગામમાં વાત ફેલાયેલ છે કે, ડુંગર ઉપર ભૂત છે. આપણે તો ભૂત હોતા જ નથી એવું ભણ્યા છીએ.

વિજય :હા, હો કાના, તારી ઈ વાત સાચી છે. પણ તો ઈ અવાજ શેનો આવતો હશે ?

કમલ :(તે બીકણ વધુ છે) એય, એવી વાતો ન કરો. કયાંક મારું સુસુ થઈ જશે.

કાનો : એ કમલિયા, સુસુને રોકી લેજે. પણ હકીકત શું છે એ તો જાણવું પડશેને ?

સંજય :જાણવા માટે તો ડુંગર ઉપર જાવું પડે.

કાનો : તો જાતા આવીએ. ગામના ભલા માટે કાંઈક તો કરવું પડે ને ?

કમલ :એ કાનિયા, તારામાં બુદ્ઘિ છે કે નહિ ? ત્યાં જાય એ પાછા આવતા નથી એ તો ખબર છેને ?

કાનો : એવું કાંઈ ન હોય. કોઈકે વાત ફેલાવેલ છે.

અજય :શું કાંઈ ન હોય ? મોટા કહે એ ખોટું હોય.

કાનો : મોટાઓને કોઈકે ખોટું સમજાવેલ હોય. આપણે હકીકત જાણવી જ છે. તમે બધા મારા ભેગા આવશોને ? તમને કાંઈ નહિ થાવા દઉં.

ગોકુલ :આવીએ તો ખરા, પણ ?

કાનો : પણ બણ કાંઈ નહિ. ભાઈબંધ હો તો ડરો નહિ. જે થાશે એ જોયું જાશે. તો તૈયારને ?

બધા : (ડરતા-ડરતા) હા, તૈયાર...

કાનો : તો જરૂરી લાગે એવી વસ્તુ ભેગી લઈ લેજો. કયાંક કામ લાગશે. કાલે સવારે નીકળશું. મોટાઓને ખબર ન પડે એ જોજો.

(બધા પોતાના ઘરે જવા છૂટા પડયા)

 (ક્રમશ:)


Rate this content
Log in