STORYMIRROR

'Sagar' Ramolia

Children Stories Drama

3  

'Sagar' Ramolia

Children Stories Drama

અંતર મંતર વિજ્ઞાન જંતર 15

અંતર મંતર વિજ્ઞાન જંતર 15

2 mins
330

કાનો :  (ધીમેથી) ઉપર ગામનો ભૂવો વશરામ ભૂવો અને બે ચોર છે. આપણે તેને પકડીને ગામમાં લઈ જવા છે. દોરી અને જરૂરી વસ્તુ હાથવગી રાખજો !

  (બાળકો ઓચિંતા ડુંગર ઉપર પહોંચી જાય છે અને ત્રણેય ઉપર ટમેટાં અને બીજી વસ્તુઓથી હુમલો કરે છે. પેલા ત્રણેય બચવાનો પ્રયત્ન કરતા જાય છે અને બોલે છે.)

ચોર-૧ : આ કયાંથી આવી ગ્યા ?

ચોર-ર : આનું કાંઈક કરવું પડશે ?

ચોર-૧ : નઈતો આપણું કામ અટકી પડશે.

ચોર-ર : એ ભૂવા, કાંઈક કરો !

ભૂવો :  એ, છોકરાવ ! આંયા ભૂત છે, ભાગો ! નઈતો બધાને પકડી લેશે.

કાનો : (ટમેટાં ફેંકતાં-ફેંકતાં) ભૂત તો તમે જ છો ! અમે બધું જાણી લીધું છે.

કમલ :  હવે બચો તો કે'જો !

સાવન : (મોઢા ઉપર કેળાની છાલ ફેંકીને) લે લેતા જાવ !

  (આવી રીતે થોડીવાર આવી ધમાચકડી ચાલી અને પછી ઓચિંતા ત્રણેયને પાછળથી પકડીને દોરીથી પાછળ હાથ બાંધી દીધા. પગમાં સાંકળ પહેરાવી દીધી. હવે ત્રણમાંથી કોઈ ભાગી શકે એવી દશામાં નહોતા.)

કાનો :  હવે બોલો ભૂવાજી ! અરે, ના, ના ! કમલના ભૂતજી !

કમલ :  (નિમાણા જેવો થઈને) કાના.... !

કાનો :  અરે, કમલના ભૂતજી નહિ, આ ડુંગરના ભૂતજી ! રાત્રે અહીંથી અવાજ આવે એ બધું શું છે ?

ભૂવો :  (સામે એક ગુફા દેખાડીને) ઈ બખોલમાં પવન ભરાવાથી અવાજ આવે છે.

ચોર-૧ : (વગર પૂછયે પણ બોલવા લાગ્યો) બીજા ઘોઘરા અવાજ અમે કરતા.... !

ચોર-ર : અમારી ચોરીનો માલ રાખવાની આમ જગ્યા બનાવી લીધી.

ભૂવો :  મેં ગામમાં ભૂતની અને જે અહીં આવે ઈ પાછો ન આવવાની વાત ફેલાવી દીધી.

ચોર-૧ : કોઈ ન આવવાથી અમારું કામ થઈ જાતું.

ચોર-ર : અમને છોડીને તમે જાવ. તમને ઝાઝા પૈસા આપી દઈએ.

ભૂવો :  નઈતો સાચું ભૂત બોલાવીને તમને વળગાડી દઈશ !

કાનો :  એ, ભૂવા ! ભૂતની વાત રહેવા દો. ભૂતની બીક હોત તો અમે આવત જ નહિ.

બકુલ :  અને હવે તમે જેલમાં ભૂત બનીને રહેજો !

કાનો : તમે કોઈ સીધા રસ્તેથી અહી આવતા હશો ! ચાલો એ રસ્તે અમારી સાથે.

 (ક્રમશ:)


Rate this content
Log in