અમેરિકામાં
અમેરિકામાં


ડિયર ડાયરી,
રોજ રોજ નવા નવા ઉદાસીભર્યા કિસ્સા સાંભળવા મળે છે. કુદરતનો કોપ આખા વિશ્વ પર છવાઈ ગયો છે. મોત ઘેર ઘેર જઈને દરવાજો ખટખટાવે છે. રોજના 500 થી માંડીને 2000 સુધીનો મૃત્યુનો આંકડો પહોંચ્યો છે. કેટલા ફેમેલીના એકથી વધારે સભ્યો મોતને ઘાટ ઉતરી ગયા.
બે એરિયામાં એક સાઉથ ઇન્ડિયન લંડન કામે ગયેલો. જે કરોના લઈને આવ્યો. થોડા દિવસમાં પ્રથમ એના પિતાનું પછી એના બે નાના બાળકોનું મૃત્યુ થયું અને પોતે આઈ.સી.યુમાં છે. કહેવાય છે કે આ વાયરસ શ્વાસ વાટે તમારા ફેફેસામાં જાય છે અને તમારા ફેફેસામાં એક પડ બનાવી દે છે પછી તમને શ્વાસ લેવાની તકલીફ પડે છે અને અંતે ફેફસા કામ કરતા અટકી જાય છે અને મૃત્યુ થાય છે. મને એક ગઝલનો શેર યાદ આવી ગયો.
" મૌતકા ઝહેર હૈ હવાઓંમેં,
અબ કહા જાકે સાંસ લી જાયે ! "