અમેરિકામાં કોરેન્ટીન 9
અમેરિકામાં કોરેન્ટીન 9


ડિયર ડાયરી,
તે સાંભળ્યું ? તે વાંચ્યું ? અરેરે તે ક્યાંથી વાંચ્યું હોય મેં હજુ લખ્યું જ નથી. હા, ગઈ કાલે ક્રિસની વાત લખી હતી ને પેલો સી એન એન નો એનકર !! હા એજ.. એની પત્નિને કોરોના લાગી ગયો. પહેલા ક્રિસને હવે ક્રિસ્ટીનને. મારો ખૂબ જીવ બળ્યો. ક્રિસને બે દીકરીઓ અને એક દીકરો છે. હાલમાં એની સત્તર વરસની દીકરી ઘરમાં બંને નાના ભાઈ બહેનનો ખ્યાલ રાખી રહી છે. મા અને બાપ બંને જુદા જુદા રૂમમાં કોરેન્ટીનમાં છે. ડાયરી, તને ખબર છે કોરેન્ટીન એટલે શું ? ચાલ, કાલે બતાવીશ. આજ માટે શુભ રાત્રી.