અમેરિકામાં કોરેન્ટીન ૮
અમેરિકામાં કોરેન્ટીન ૮




ડિયર ડાયરી,
આપણે બંન્ને મળીને દુઆ કરી. આખું વિશ્વ દુઆ કરી રહ્યું છે. આજ તને વાત કહું. હું સી એન એન ન્યુઝ જોઉં છું. આ ચેનલ ગવર્મેન્ટથી ડર્યા વગર પોતાના રિપોર્ટ મૂકે છે. આ ચેનલનો એક જર્નાલિસ્ટ ક્રિસ કુમો છે, જેને કરોના લાગી ગયો. એ ન્યુયોર્કના ગવર્નરનો ભાઈ પણ છે. પણ આ વાત તને એટલા માટે કહું છું કે ક્રિસે ખૂબ જ હિંમતથી કામ લીધું અને ડોક્ટરની સલાહ પ્રમાણેજ ચાલ્યો.
હોસ્પિટલમાં દાખલ પણ ના થયો. અને અત્યારે એ કરોનામાંથી નેવું ટકા રિકવર થઇ ગયો છે. એણે ખૂબ પોઝેટીવ રહીને આ વાયરસનો સામનો કર્યો અને દુશ્મનને હરાવ્યો. એટલુંજ નહિ પણ પોતે જે ટ્રીટમેન્ટ લીધી બ્રિધીંગ એક્સરસાઇઝ કરી એના વિડીયો ઉતારી કરોના પીડિત લોકોને મોકલ્યા જેથી ઘણા પીડિતોએ પોઝેટીવ રિએક્શન બતાવ્યું. તેથી મારી સલાહ છે કે દુશ્મનથી ડર્યા એનો સામનો કરો તો દુશ્મનને માત આપી શકો. તારું શું કહેવું છે ડાયરી. કાલે બીજા કિસ્સા સાથે હાજર થઈશ.