અમેરિકામાં કોરેન્ટીન-૧
અમેરિકામાં કોરેન્ટીન-૧


અમારું કોરેન્ટીન ચાલુ થઇ ગયું છે. અમે ઘરની બહાર નીકળતા નથી. દીકરો બહાર આવીને ખાવાનું ગ્રોસરી વગેરે મૂકી જાય છે. જેને ચાહો તેનાથી દૂર રહેવાનું એ નિયમ છે. આ એક જોઈ પણ ના શકીયે એવા વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. આખી દુનિયામાં સોપો પડી ગયો છે. એવું લાગે છે કે જાણે અહીં કોઈ એ આવીને આખી દુનિયાને ખાલી કરવાનો હુકમ આપ્યો છે.
એક નાનો એવો વાયરસ બોમ્બની જેવું કામ કરી રહ્યો છે. વળી તમે એને જોઈ પણ ના શકો કે તમે એની સાથે લડી શકો. જિંદગીને થંભાવી દીધી છે. તમે ગમે તેવા પૈસાવાળા હો ઓછપનો ખ્યાલ તમને આવી જશે. જે ઘરમાં હોય તે ચલાવી લેવું. ઓછી વસ્તુ વાપરવી. થોડામાં ચલાવવું. આખો દિવસ હાથ ધો ધો કરવા વસ્તુ સાફ કર કર કરવી. ડરતા ડરતા જીવવું. કોઈએ સાચું કહ્યું કે કરોના કરતા એની બીક આપણને મારી નાખશે !