અમેરિકામાં કોરેન્ટાઇન ૧૮
અમેરિકામાં કોરેન્ટાઇન ૧૮


આજ ૨૬ એપ્રિલ. આજ ઝૂમ પર કવિ સંમેલન થયું. દૂર દૂર તેમ છતાં પાસે પાસે. મોટા મોટા દરજ્જાના કવિઓને ઘર બેઠા સાંભળવા મળે એ પણ એક લહાવો જ છેને? બોલ ડાયરી, મારે ઘરે આવીને મારા બેડરૂમમાં બેસીને આ બધા કવિઓ મહેફિલ કરે ખરી ?
આ પણ એક મોટો ફાયદો જ છે ને ? બધું જીવનમાં બને છે તે કૈક કારણથી બને છે ! આપણે એને પોઝેટીવ લઈને ચાલવું પડે.
'જિંદગી એક સફર હૈ સુહાના યહાઁ કલ ક્યાં હોગા કિસને જાના ?
કહા તક યેહ મનકે અંધેરે મનકો અંધેરે છલેંગે ,
ઉદાસી ભરે દિન કભી તો ઢલૅગે ! કભી સુખ કભી દુઃખ યહી જિંદગી હૈ,
યેહ પતઝડ કા મૌસમ ઘડી દો ઘડી હૈ, નયે ફૂલ કલ ફિર ડગરમેં ખિલેંગે.
ભલે તેજ કિતના હવાકા હો ઝોંકા મગર અપને મનમેં મને તું રખ યેહ ભરોસા
જો બિછડે સફરમેં તુજે ફિર મિલેંગે ! આશાનો દિપક બૂઝવા નહિ દેવાનો!!
હમ સાથ સાથ હૈ !