અમેરિકામાં કોરેનટાઈન 14
અમેરિકામાં કોરેનટાઈન 14


કાલે હું મારી દોસ્ત દર્શના ને ઘરે ગઈ હતી. મારા પતિ પણ સાથે હતા. દર્શનાએ પીઝા ઓર્ડર કરેલો, અમે એના બેકયાર્ડમાં દૂર દૂર બેઠેલા. ભારતથી આવ્યા પછી આ પહેલીવાર અમે કોઈના ઘરે ભેગા થયા. બહાર તો મળતા હતા. પીઝા ડિલિવરી કરવાવાળો આવ્યો તો એને પહેલેથી સૂચના આપેલી કે હું કોઈના હાથમાં પીઝા નહિ મુકું. તો આવીને કાર પર પીઝા મૂકી ને એ ગયો. અમે છ ફૂટનું અંતર રાખી બેઠા અને પીઝાને ખૂબ મજાથી ન્યાય આપ્યો. પછી અમે વાચિક્મ કર્યું જેનું નામ 'પારકી પંચાત હતું.' એને પણ ખૂબ એન્જોય કર્યું. પછી તરત ઘરે આવ્યા. આ રીતે કોરેન્ટાઇન ધ્યાનમાં રાખી મિત્ર સાથે મુલાકાત કરી. થોડું નવું લાગ્યું. આવજે ડાયરી કાલે મળીશું.