અમેરિકા કોરેન્ટીન 3
અમેરિકા કોરેન્ટીન 3


ડિયર ડાયરી,
આજ અમારા એક મિત્રનો કોલ આવ્યો. એમણે ખૂબ જ દુઃખદ સમાચાર આપ્યા. એક ગુજરાતી દંપતી ન્યુ જર્સીમાં રહેતું હતું. જ્યારથી કોરોનાનું સાંભળ્યું એ લોકો ઘરની બહાર નીકળતા ના હતા. એનો દીકરો એમના ઘરના દરવાજા સુધી ગ્રોસરી મૂકી જતો હતો. અને બીજા કામ પણ કરી આપતો હતો. આ દંપતી ફક્ત મેઈલ લેવા જવા સિવાય બીજું બહારનું કામ કરતા ના હતા.
અને અચાનક પત્નીની ની તબિયત બગડી. અડધી રાત્રે એને શ્વાસ લેવાની મુશ્કેલી લાગી અને તાવ પણ આવી ગયો હતો. તાત્કાલિક ટેસ્ટ કરાવ્યો તો પોઝેટીવ આવ્યો. કોરોના પોઝેટીવ એટલે જીવન નેગેટિવ. ચાર દિવસમાં પત્ની ગુજરી ગઈ અને પતિ જીવન મારાં વચ્ચે ઝોલા ખાઈ રહયો છે.
ડાયરી, સાચું કહું ? હું સાચે જ ખૂબ ડરી ગઈ છું. અમે મેઈલ લઈને ગરાજમાં મૂકી રાખીએ છીએ. મોત ચારેબાજુથી ઘેરાયેલું છે ! જીવનમાં આવો સન્નાટો ક્યારેય આવ્યો નથી. સગા વહાલા બધાની ચિંતા રહે છે! કોને ખબર કાલે શું થશે ?