યુવા કવિ કલાપી
યુવા કવિ કલાપી

1 min

206
પ્રકૃતિ, પ્રણય ને પ્રભુભક્તિનું,
સિંચન જેનું સાહિત્ય વિચારમાં.
માત- પિતાની ગુમાવી છાયા,
બાલ્યાવસ્થા કેરા કાળમાં.
નાની વયે રાજવી બન્યા,
દૃઢ વૈરાગ્યભાવ જેના મનમાં.
લાઠીનાં એ ગોહિલ સુરસિંહજી,
જીવન જેવું કવન કલાપી ઉપનામમાં.
રાજકુમારી રાજબા જીવનસંગિની,
મોંઘી સાથે વાત્સલ્ય ભાવમાં.
શોખ જેના વાંચન સંગીત,
એજ કલાપી કેકારવમાં.