યાદ આવે છે
યાદ આવે છે
1 min
241
વીતી ગયેલી પળોની મને યાદ આવે છે,
જાણે અતીતનો ફરીફરી સાદ આવે છે,
સારા નરસા અનુભવોની યાદ અકબંધ,
શૃંગ ગર્ત સમા કોઈ કોઈ સંવાદ આવે છે,
મનને દુઃખી કરનારા પ્રસંગો ભૂલવા ઘટે,
જીવન-કિતાબમાંથી બધાયે બાદ આવે છે,
ઢંઢોળું સ્મૃતિ ત્યાં તો થૈને પુનર્જીવિત ને,
જાણે સમયની આપેલ જાયદાદ આવે છે,
સરકી ગયો સારો સમય સહજમાં સદા,
એમાંય સ્મરણે કોઈ પૂજ્યપાદ આવે છે.
