વસંતનો વૈભવ
વસંતનો વૈભવ


પાનખર થયું પુરું અને પાનખરનું કપાયું પતુ
પ્રકૃતિએ માર્યું મસ્ત મઝાના મૌસમ માટેનું મતુ
વસંત નામના પારસમણીથી થઇ ગયું બધુ મનગમતું
મહેકતી, ચહેકતી વસંતે જોમ ભર્યું સૃષ્ટિમાં જાણે કે હુતૂતૂ
પ્રકૃતિએ પ્રસન્ન થઇને આપ્યું વસંતનું વહાલું વરદાન
વેલ-લતાઓએ લીધી અંગડાઇ, ભમરા બને ફુલોમાં મસ્તાન
વસંત નામનું પારસમણી છે પ્રકૃતિની અનેરી શાન
મદભરી વાસંતી માદકતા, યુવા હૈયાઓને કરે ગુલતાન.