STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

વર્ષારાણી.

વર્ષારાણી.

1 min
168

આજે ધરાને મળવાને આવી વર્ષારાણી,

દીધું એણે તો ગગન ગજાવી વર્ષારાણી,


ચારેકોર ઘટાટોપ ઘન રવિ દીધો છૂપાવી,

સખી હરખ લકીર મુખે લાવી વર્ષારાણી,


રિમઝીમથી આદરી અનરાધારે પહોંચી,

પલાળી ભૂમિને રહી હરખાવી વર્ષારાણી,


તપ્ત ધરિત્રીનો અંદાજ દીધો બદલાવી,

પાણી પાણી કરવામાં ગૈ ફાવી વર્ષારાણી,


નભો મંડળે વીજ ચમકાવી આભ ગજાવી,

દીધાં નદીનાળાં એણે છલકાવી વર્ષારાણી,


જળતંગીને નિવારી, કૃષિકારોને હરખાવી,

અમી સમાં જળ એ વરસાવી વર્ષારાણી,


આજે મળી સખીને મનભરીને ઊભરાવી,

સંદેશો અંબર તણો વર્ષા લાવી વર્ષારાણી.


Rate this content
Log in