STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

વરરાજા તમે

વરરાજા તમે

1 min
11.8K


આશાવાદનો જાણે થયો અવતાર વરરાજા તમે.

સજ્યા કેવા અવનવા રે શણગાર વરરાજા તમે.


અંતરના હરખને આજ રાખ્યો છે તમે છૂપાવી,

મુખમંડળે રાખ્યો છે ઝાઝેરો ભાર વરરાજા તમે.


સપ્તરંગી દુનિયા તમારી મેઘધનુષને શરમાવતી,

શોભાવી રહ્યા છે કોટે પુષ્પહાર વરરાજા તમે.


કોડ તમારા મબલખ મન્મથ ગતિથી વધનારાને,

જાણ્યે જિંદગી આપતી ઉપહાર વરરાજા તમે.


મદોન્મત ગજરાજ સમી ચાલ ગૌરવને બક્ષતી,

લાગતી જિંદગી મધમીઠો સંસાર વરરાજા તમે.


પગલાં પાડી રહ્યા પ્રભુતામાં તમે કેવાં ઉત્સાહે,

સૌથી સવાયા રખે અશ્વસવાર વરરાજા તમે.


Rate this content
Log in