Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Others

0  

Zaverchand Meghani

Others

વીરડો

વીરડો

1 min
296


વેકરામાં કોણે વીરડા ગાળ્યા ? વીર મારે ગાળ્યા !

વીરડા રૂપાળા કેને કાજે ગાળ્યા? બેનીને કાજ ગાળ્યા પંખીને કાજ ગાળ્યા.

વીરડાનાં પાણી કેણીયે ઉલેચ્યાં ? ભાભીએ ઉલેચ્યાં કાકીએ ઉલેચ્યાં મામીએ ઉલેચ્યાં.

વીરડાનાં પાણી કોણે ડોળ્યાં ? દેડકે ડોળ્યાં કાગડે ડોળ્યાં વાંદરે ડોળ્યાં.

વીરડાનાં પાણી કોણ કરે આછાં ? મોર કરે આછાં મીન કરે આછાં ચકી કરે આછાં દેવ કરે આછાં.

વીરડાનાં પાણી આછર્યાં કેવાં ? રાજાના હોજ જેવાં તારાનાં તેજ જેવાં પરીઓની પાંખ જેવાં ઈશ્વરની આંખ જેવાં.

વીરડાનાં પાણી કોણ પીશે ? ગાવડી પીશે ઢેલડી પીશે કોયલડી પીશે વાદલડી પીશે પદમણી પીશે.

વીરડાનાં પાણી કેમ કરી પીધાં ? છાલીયે પીધાં ટોયલે પીધાં ખોબલે પીધાં મોઢડે પીધાં વળી વળી પીધાં

વીરડાનાં પાણી મીઠડાં કેવાં ? માતાના દૂધ જેવાં વીરાના વ્હાલ જેવા બાપુના બોલ જેવા સહીયરના કોલ જેવા.

વીરડાની પોળે કોણ કોણ બોલે ? મોર બોલે સુડલા બોલે ભમરલા બોલે.

વીરડાને કાંઠે કોણ કોણ બેઠું ? બેડલું બેઠું બટુકડું બેઠું ઇંઢોણલી બેઠી પારેવડું બેઠું

પોપટજી બેઠા ગાવડલી બેઠી ગોવાલણી બેઠી માદેવજી બેઠા પારવતીજી બેઠાં

સીતા ને રામ બેઠાં રાધા ને શ્યામ બેઠાં !

વીરડાને કાંઠે કોણના વિસામા ?

ધોરીના વિસામા પનીઆરીના વિસામા મહીયારીના વિસામા

ભતવારીના વિસામા દુઃખીયારીના વિસામા !


Rate this content
Log in