વિચારોની તાકાત
વિચારોની તાકાત
1 min
324
લક્ષ્યસિધ્ધિને કરાવે છે તાકાત વિચારોની.
અદ્ભૂત શક્તિ ધરાવે છે તાકાત વિચારોની.
મનમાંથી ઉદ્દભવીને મહેનત તરફ જનાર જે,
સંકલ્પબળ જન્માવે છે તાકાત વિચારોની.
કશું પણ અશક્ય નથી, હોય જો મનોબળ તો,
સફળતા ખેંચી લાવે છે તાકાત વિચારોની.
સકારાત્મક વિચારો જ્યારે કર્મગામી બને છે,
નિષ્ફળતા દૂર હટાવે છે તાકાત વિચારોની.
પથ્થરમાં પણ પ્રાણસંચાર શક્ય છે પ્રયત્નથી,
આભેથી ઈશને ઊતારે છે તાકાત વિચારોની.
