Kiran piyush shah "kajal"
Others
આ બધી છે દબાવની વાતો,
કે સમજ તું અગાવની વાતો,
જો સમય આજ ચાલશે પાછો,
તો થશે ત્યાં લગાવની વાતો,
માફ કરશો ? હવે તમે અમને ?
થાય મનમાં દુભાવની વાતો,
ને ગઝલમાં લખી શકો આજે,
છંદમાં તો કટાવની વાતો,
માંડ ધંધો કરી ચલાવે ઘર,
આવતી કર વટાવની વાતો.
માનો વિકલ્પ
શ્વાસ
ફરે છે
પ્રેમયાત્રા
અવધમાં
ને
સંઘર્ષ
છો
છે
મને ગમે છે