STORYMIRROR

Jugal Darji

Others

2  

Jugal Darji

Others

વાસંતી વાયરા

વાસંતી વાયરા

1 min
13.8K


કો'ક આવીને કહી ગ્યું છે કાનમાં
આવ્યા વાસંતી વાયરા ચોગાનમાં.

કડકડતી ઠંડીને ટાટા ને બાય-બાય, કૂણાં કૂણાં તડકાને આય હાય!
પુષ્પોને મંજરીઓ આવ્યા છે ગેલમાં; વિસ્તર્યું છે ફોરમનું વાઈ-ફાઈ,

સોળે શણગાર સજી તરુવર બેઠા છે ને કોયલ મદમસ્ત એના ગાનમાં.
કો'ક આવીને કહી ગ્યું છે...

ઉત્સવ આવ્યો છે રૂડો કુદરતના આંગણે ને તોરણ બંધાવ્યા છે આભમાં,
આનંદો...આનંદો...! પડછંદો... પડછંદો...! પ્રકૃતિ રાચે છે ખ્વાબમાં,

નાચે પતંગિયા ને નાચે મોરલિયા રે ભમરાઓ નાચે છે તાનમાં
કો'ક આવીને કહી ગયું છે...

વસમા ઝુરાપાને ઝુલતી પરિણીતા પણ ટાઢ લઈ બેઠી છે હાથમાં,
છાનેથી આવીને વ્હાલા વાલમજીએ હળવેકથી લીધી છે બાથમાં

આવી વસંત અને આવ્યો છે વાલમો હવે યૌવન પણ ફૂટશે આ પાનમાં.
કો'ક આવીને કહી ગ્યું છે...


Rate this content
Log in