સતાવ તું
સતાવ તું
1 min
13.6K
હયાત છે એ વાતને ખરી કરી બતાવ તું,
યુગે યુગે કાં આવતો પળે પળે રે આવતું.
કળી નથી શક્યો હજી, આ માનવી છે બેખબર,
હા જોજનો તું દૂર છે ને આસપાસ સાવ તું.
ફરી વળ્યાં છે ચોતરફ ઉદાસ યાદના વમળ,
ફરી મને ફરી વળી, વળી ફરી હસાવ તું.
ઝબક ઝબક જો થાય છે આ દીવડો રે શ્વાસનો,
હવા કરીને તેજ, ના હવે ઘણું સતાવ તું.
ન આવડે તરણ મને, ને નાવ આજ ડગમગે,
ઉતાર પાર નાવને અહીંથી લે ચલાવ તું.
