STORYMIRROR

Jugal Darji

Others

2  

Jugal Darji

Others

હાય રે જિંદગી

હાય રે જિંદગી

1 min
2.6K


હાય રે! જિંદગી જો સરી જાય રી,
અધમણાં ભાર હૈયે ભરી જાય રી.
 
જિંદગી ચાલ તારી અઢી જોય ને,
આ બધી ચાલ મારી ફરી જાય રી.
 
દુઃખનાં કેમ ડ્હોળા તળાવો ભરો,
જીવતી માછલી જો મરી જાય રી
 
પાપ ખોબા ભરીને ઉલેચ્યાં બધાં,
ડૂબતી નાવડી જો તરી જાય રી.
 
જોમ તારું જરાયે ન ટાઢું પડે,
આખરે હાર પણ કરગરી જાય રી.


Rate this content
Log in