STORYMIRROR

Jugal Darji

Others

4  

Jugal Darji

Others

લગ્ન પછીના પ્રથમ ચોમાસાનું ગીત..

લગ્ન પછીના પ્રથમ ચોમાસાનું ગીત..

1 min
27.6K


ભીતરમાં ગુંજે છે ઝીણેરાં ટહુકા 'ને વાદળ પણ લાગે કે પાસ છે.
ઉણનું આ ચોમાસું ખાસ છે...
 
ખૂણેથી ફાટેલી છત્રીએ પૂછયું કે સુંવાળો કોનો આ હાથ છે?
હળવેથી કાનમાં જઈને મેં કીધું કે ભાભી આ તારી સંગાથ છે,
છત્રીની ઉપર તો છાંટા ને ફોરા છે છત્રીની નીચે ભીનાશ છે.
ઉણનું આ ચોમાસું ખાસ છે..
 
કેટલાયે ચોમાસા માથેથી કાઢ્યા મેં,ફૂલીને ફાલવાની આશમાં,
ખોબલે ને ખોબલે છે પીધાં બસ ઝાંઝવા ને ઝાકળ પણ ભાળ્યું ના ઘાસમાં,
સૂક્કી આ ડાળી પર કૂંપળ જો ફૂટી 'ને ભીતર તો નકરી લીલાશ છે.
ઉણ નું આ ચોમાસું ખાસ છે...


Rate this content
Log in