STORYMIRROR

Jugal Darji

Others

2  

Jugal Darji

Others

જેસલ

જેસલ

1 min
14.2K


 

મૂછનાં વળ ઉતારો જેસલ,
તો દેખાશે આરો જેસલ.
 
ક્યાં સુધી ઉપાડી ફરશો?
મનછાઓનો ભારો જેસલ.
 
તંબૂરાના તારા આગળ,
બુઠ્ઠા સૌ હથિયારો જેસલ.
 
એકલ આવ્યા એકલ જાશું,
કોનો અહીં સથવારો જેસલ!
 
અજવાળાને ખેંચી લાવે,
અંતરનો કેદારો જેસલ.
 
હાથ બળે તો બળવા દેજો,
ભીતર ભડકો ઠારો જેસલ.
 
ભવસાગરની પાર ઉતારે,
અલખનિરંજન નારો જેસલ


Rate this content
Log in