વાલમ
વાલમ


વર્ષાના બુંદ થકી ભીંજવ મને વાલમ.
વાયુના વિંઝણાથી સૂકવ મને વાલમ.
જોને આભ પણ ચોધારે રડી રહ્યું છે,
વીજનાં ચમકારે ચમકાવ મને વાલમ.
કરી મેઘગર્જના ધરાને ધ્રૂજાવતો કેવો,
એના ગડગડાટમાં બોલાવ મને વાલમ.
છોને વર્ષા વિરામે ઝરણાં ગાઈ રહ્યાં ને,
એના સૂરમાં તારો સંભળાવ મને વાલમ.
આ ઈંદ્રધનુ સપ્તરંગી સજી રહ્યું વ્યોમે,
એવા તારાં રંગથકી રંગાવ મને વાલમ.