વાદળો
વાદળો
1 min
399
આભની અટારીએ
વાદળોની દોડપકડ
કાળા ધોળા કાબરચિતરા
પોચા રૂના જેવાં
કોઈક તો એટલાં સફેદ કે
જાણે બરફની ચાદર
તો એમાં કેટલાક
કાળાં ડિબાંગ
આભના આંગણે
રમત રમતાં...
વાયુદેવના આજ્ઞાકિત
ઈન્દ્રના દૂતો...
વીજળીને સાથ લઈ...
નીકળી પડયા..
ધરાને ભીંજવવા
ધરા ચાતકદ્રષ્ટિએ
જોઈ રહી'તી વર્ષાની રાહ
વર્ષા તો વાદળોની સખી
વાદળો પણ જળ ભરી
વર્ષાને વરસાવવા તૈયાર
વાદળ વર્ષા ને વીજળી..
વાદળોનાં ગડગડાટ
વીજળીની ચમક દમક
સાથે મેઘરાજાનું આગમન
હા ! આવી પહોંચી
ઋતુઓની રાણી...
વાદળોની કરી સવારી
આવી આવી...
ધરાને પ્રકૃતિને તરબોળ કરવા.