ત્યારે યાદ આવે એ વરસાદ
ત્યારે યાદ આવે એ વરસાદ
જયારે આવે છે ભીની માટીની સુગંધ
જયારે જોવ મોર ને કળા કરતો
જયારે ગાજે છે વાદળ
ત્યારે યાદ આવે તે વરસાદ...
કોઈ સ્કૂલ ન જવા માટે કરે ઈશ્વર ને યાદ
જયારે શરૂ થાય એ વરસાદ
ત્યારે હૃદય નાચી ઊઠે મોર સમુ,
જયારે હોય હું મારા કામમાં
ત્યારે કરે આ વરસાદ સાદ,
હર એક ચોમાસે આવે છે મને યાદ એ બાળપણનો વરસાદ
એ પાણીમાં કરેલા છબ-છબીયા
એ તરાવેવલી કાગળની હોડી,
એ શાળાની બારીએથી નિહાળેલો એ વરસાદ
શાળાએ જવા સમયે આવતો એ વરસાદ,
તન-મનને તાજગીથી ભરી આપતો એ વરસાદ
બાળપણની એ મસ્તીની યાદોને ફરી તાજગીથી ભરપુર કરતો એ વરસાદ.
દોસ્તોની યાદ અપાવતો એ વરસાદ
પંખીઓના કલરવથી ઝૂમી ઊઠતું એ વાતવરણ,
ચોતરફ ફેલાતો એ આનંદ,
યાદ આપવે એ બાળપણનો એ વરસાદ.
જયારે વાદળો ઘેરાઈ અને રચાઈ સુંદર મેઘધનુષ,
ત્યારે યાદ આવે તે વરસાદ.
આંખો સામે તરવળી ઊઠે એ બાળપણની યાદ.
જયારે આંખો સામે આવે ગાંઠિયા અને ભજીયાનો થાળ,
ત્યારે યાદ આવે બાળપણની એ લિજ્જતદાર પાર્ટીની યાદ.
આંખો સામે તરવરે એ વરસાદ
ત્યારે યાદ આવે એ વરસાદ.
